SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય ધર્મ કાવ્યની નાયિકા એ ભારતીય સન્નારીનું પ્રતીક છે. રામ અને સીતાનું દામ્પત્યજીવન સમગ્ર માનવજાત માટે આદર્શ નમૂના છે. રાજમહેલમાં લાડકોડથી ઉછરેલી સીતા રામની સાથે વનવાસ સહર્ષ સ્વીકારે છે. વનમાં રામની છાયા રૂપે સદાય રામની સાથે પરિસ્થિતિને અનુરૂપ જીવન આનંદથી વ્યતિત કરે છે. વનવાસ વેઠયા પછી પણ રાવણુના રાજમહેલમાં રહેવાના કારણે પોતાના ચારિત્ર્ય પર કાઈ શકા ન લાવે તે માટે અગ્નિપરીક્ષામાંથી પસાર થાય છે, છતાં સમાજની ટીકાથી મુક્ત ન બનતાં છેવટે તેને રામથી વિખૂટું પડવુ પડે છે. જીવનમાં અનેક સંઘર્ષોના સામના કરતાં કરતાં તેણે પોતાના હૃદયમાં પ્રેમના ઝરણાને સતત વહેતુ રાખ્યુ છે. ઉત્તમ કન્યા, ઉત્તમ ગૃહિણી, ઉત્તમ ભાભી, ઉત્તમ રાણી અને ઉત્તમ માતાના આદર્શ તેણે પોતાના જીવન દ્વારા પૂરા પાડેલ છે. રામાયણમાં કવિએ સદ્ગુણી પાત્રો સાથે દુર્ગંણી પાત્રો જેવાં કે મંથરા, કૈકેયી, સૂર્પણખા, રાવણુ વગેરેને પણ પરિચય કરાવ્યો છે. સર્વને અંતે કવિ જણાવે છે કે સોંપતિ અને સત્તા જીવનમાં કામ લાગતાં નથી પણ સત્યનિષ્ઠા અને નીતિના જ જીવનમાં વિજય થાય છે. ટૂંકમાં રામાયણ એ કુટુંબજીવનનું એક ઉત્તમ મહાકાવ્ય છે. મહાભારત રામાયણની સરખામણીમાં મહાભારત એ જુદા જ પ્રકારનું મહાકાવ્ય છે. તેના રચયતા મહાકવિ વેદવ્યાસ છે. ભગવદ્ગીતા એ મહાભારતનું એક ઉજ્જવળ પ્રરણ છે. શરૂઆતમાં આ કાવ્યમાં ૨૪,૦૦૦ શ્લેાકા હતા. તેમાં ભારતયુદ્ધનું વણું ન હતું, તે જય” નામે એળખાતુ, જયસંહિતા ૮,૦૦૦ શ્લાકની હતી તેમાંથી વૈશ પાયને આખ્યાના દ્વારા વિસ્તારેલું ભારત ૨૪,૦૦૦ શ્લોકાનુ હતું, તેમાંથી સૂત પૌરાણિક ઉપાખ્યાના દ્વારા વિસ્તારેલું. મહાભારત લગભગ ૧,૦૦૦૦૦ શ્લોકાના વિસ્તારનું થયું. પાછળથી ભારતમાંથી મહાભારત બન્યું. મહાભારતની રચના વિશે કહેવાય છે કે સ્ત્રીઓ અને શૂદ્રોને વેદ ભણવાના અધિકાર ન હોવાથી તેઓને માટે ભગવાન વેદવ્યાસે મહાભારતની રચના કરી. મહાભારત એ કેવળ વેદ નથી પણ ભારતીય સ ંસ્કૃતિના સર્વસ ંગ્રહ છે. એ કાવ્ય ઉપરાંત ઇતિહાસ, ધર્મ શાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર અને મેાક્ષશાસ્ત્ર પણ છે. વેદ અને ઉપનિષદ જેવા જ ગૌરવવાન ગ્રંથ છે. આ કાવ્યમાં કૌરવ-પાંડવાના ઐતિહાસિક યુદ્ધમાંથી પ્રાચીન પ્રતિભાશાળી ઋષિમુનિઓએ એક મેાટુ' વૃક્ષ ઊભું કર્યુ છે. મહાભારતમાં એક જ કુટુંબના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy