________________
કે હજારો વર્ષથી ભારતીય પ્રજાની સાધના શાને માટે થઈ છે ? તે પ્રજાનું સંસ્કારબળ કયું છે? ક્યા બળને આધારે એ પ્રજા ટકી રહી છે તે હું ઉત્તર આપું કે રામાયણ અને મહાભારત તપાસે.” - આપણું ઈચ્છા હોય કે ન હોય પરંતુ સાહિત્ય અને કલાની ઉત્તમ રચનાઓ આપણું જીવનનું ઘડતર કરે છે. આપણું ચેતનાને ધાર્યો ઘાટ આપે છે. બીજા શબ્દોમાં કહીએ તે આપણે જીવનપલટ કરાવે છે. વ્યાસ અને વાલ્મીકિ આવી તાકાત ધરાવે છે. આ બંને મહાકવિઓએ મનુષ્યસ્વભાવનું સૂક્ષ્મ અવલોકન કરીને એવી જીવંત પાત્રસૃષ્ટિ ઊભી કરી છે કે હજારો વર્ષથી એ પાત્રોએ ભારતીય પ્રજાના આદર્શો ઘડ્યા છે. ભારતના કેઈ પણ ભાગમાં ભણેલા કે અભણું, ગરીબ કે તવંગર, એ માણસ નહિ હોય કે જેણે રામ અને કૃષ્ણનું નામ સાંભળ્યું ન હોય. નોંધપાત્ર હકીકત એ છે કે વ્યાસ અને વાલમીકિ કઈ ઊંચા બ્રાહ્મણકુળમાંથી અવ્યિા નથી. રામાયણના કવિ ગૃહસ્થદશામાં લૂંટફાટને ધંધે કરતા હતા. લૂંટારા તરીકે તે પ્રજાને અત્યંત ત્રાસ આપતા હતા. પરંતુ એક દિવસ નારદને સમાગમ થતાં તેમને પિતાના કાર્યને પસ્તા થવા લાગ્યો. નારદના ઉપદેશથી તેમણે કઠેર તપ આદર્યું. તેમની અસિપાસ માટીને રાફડે જામી ગયે. સંસ્કૃત ભાષામાં રાફડાને “વલ્મીક' કહે છે તેથી તે વાલ્મીકિ તરીકે ઓળખાવા લાગ્યા. તેમણે રામાયણ રચી “આદિ કવિ' તરીકેની કીર્તિ સંપાદન કરી.
કહેવાય છે કે આ મહાકાવ્ય રામના જન્મ પહેલાં રયાઈ ગયું હતું પણ તેના વિશે કોઈ ઐતિહાસિક પ્રમાણ મળતું નથી.
આ આખું કાવ્ય (૧) બાલકાંડ (૨) અધ્યાકાંડ (૩) અરણ્યાકાંડ (૪) કિષ્કિન્ધાકાંડ (૫) સુંદરકાંડ (૬) યુદ્ધકાંડ (૭) ઉત્તરકાંડ એમ સાત કાંડમાં વહેંચાયેલું છે. રામાયણનું કથાવસ્તુ તેના નાયક રામના જીવનની આસપાસ વિસ્તરેલું છે. હિંદુધર્મમાં રામ વિષ્ણુના અવતાર તરીકે પૂજાય છે. રામના જીવન દ્વારા કવિએ આદર્શ પુત્ર, આદર્શ ભાઈ, આદર્શ પતિ, આદર્શ પિતા, આદર્શ રાજા, આદર્શ દુશ્મનનું ચિત્ર સમાજ આગળ રજૂ કરેલ છે. રામની પિતૃભક્તિ, સત્યનિષ્ઠા અને પ્રસન્ન દાંપત્ય આજે પણ આપણું જીવનમાં પ્રેરણારૂપ બને છે. આદર્શ દિયરનું ચિત્ર લક્ષ્મણના પાત્ર દ્વારા કવિ આલેખે છે. આ સર્વેમાં ભારતને ત્યાગ એ રામાયણનું પરમ તત્વ છે. તેના દ્વારા કવિએ માનવજીવનને મહાન આદર્શ સમાજ આગળ રજૂ કરેલ છે. હનુમાન એ ઉત્તમ સેવકનું દૃષ્ટાંત પૂરું પાડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org