________________
ભારતીય ધર્મો જે સામુદાયિક વિકાસ કર્યો તેને વિદ્વાને તે પ્રદેશના નામ પરથી હિંદુ' એવું નામ આપે છે. આ હિંદુ નામને પ્રચાર પણ બહુ પ્રાચીન નથી. આઠમા સૈકામાં લખાયેલી બહ૯૯૫ સૂત્ર ઉપરની ચૂર્ણિ નામની ટીકામાં તેને સૌ પ્રથમ ઉલ્લેખ મળે છે. ત્યાર પછી મધ્યકાલમાં મુસ્લિમ સત્તાને ભારતમાં ઉદય થતાં હિંદુ’ શબ્દ . વ્યાપક પ્રમાણમાં પ્રચલિત બન્યું અને હિંદુધર્મને સામાન્ય અર્થ હિંદુ પ્રજાને ધર્મ એવો ઘટાવાયે.
દુનિયાના બીજા ધર્મની જેમ પ્રવર્તકના નામ પરથી આ ધર્મનું નામ આપી શકાય નહિ. દા.ત. ભગવાન બુદ્ધ પ્રવર્તાવેલ ધર્મ તે બદ્ધધર્મ, મુહમ્મદ પયગંબરે પ્રવર્તાવેલો ધર્મ તે ઇસ્લામધર્મ, ઈસુ ખ્રિસ્ત પ્રવર્તાવેલ ધર્મ તે ખ્રિસ્તીધર્મ વગેરે. આ અર્થમાં હિંદુધર્મના કેઈ એક પ્રવર્તક ન હોવાથી તેનું નામ આપી શકાતું નથી. લક્ષણે
કેટલાક વિદ્વાને હિંદુધર્મનાં જુદાં જુદાં અંગે લઈને તેનું લક્ષણ બાંધવા પ્રયત્ન કરે છે, પરંતુ તેમને પ્રયત્ન આજ દિન સુધી સફળ થયું નથી. કેટલાક વિદ્વાને “વેદમાં શ્રદ્ધા' તેને હિંદુધર્મનું લક્ષણ ગણાવે છે. વેદ એ હિંદુધર્મનું પ્રાચીન શાસ્ત્ર છે. હિંદુધર્મના પ્રમાણભૂત શાસ્ત્ર તરીકે યુગોથી તેને સ્વીકાર કરવામાં આવ્યા છે. હિંદુઓ તેને પરમાત્માની વાણી ગણી માન આપે છે. આમ છતાં શદ્રોને અને સ્ત્રીઓને વેદ સાંભળવાનો અધિકાર હિંદુધર્મમાં અપાયેલ નથી. જે સર્વ પ્રજાને ધર્મશાસ્ત્ર વાંચવાને કે સાંભળવાને અધિકાર ન હોય તો તેમાં શ્રદ્ધા કઈ રીતે પેદા થઈ શકે ? વળી હાલ હિંદુઓની મેટી સંખ્યા વેદપઠન કરતી નથી ને હિંદુધર્મનું સ્વરૂપ વેદધર્મથી ઘણું બદલાઈ ગયું છે. આ કારણથી “વેદમાં શ્રદ્ધાને હિંદુધર્મનું લક્ષણ કહી શકાય નહિ.
કેટલાક વિદ્વાને વર્ણાશ્રમ વ્યવસ્થાને હિન્દુધર્મનું લક્ષણ ગણાવે છે. મૂળ ચાર વર્ણમાંથી આજે તે અનેક જ્ઞાતિઓ અને પેટાજ્ઞાતિઓ જમી છે. વર્તમાન સમયમાં શિક્ષણના વિકાસને લીધે જ્ઞાતિબંધને શિથિલ થયાં છે. તેમાં મૂળભૂત પરિવર્તન આવવા માંડયું છે. સમાજમાંથી આશ્રમ વ્યવસ્થા સદંતર નષ્ટ થઈ છે. આથી વર્ણાશ્રમ વ્યવસ્થાને પણ હિન્દુધર્મના લક્ષણ તરીકે ઘટાડી શકાય નહિ. . કેટલાક વિદ્વાને “ભારતીય સંસ્કારને હિન્દુધર્મનું લક્ષણ ગણાવે છે. પ્રાચીનકાળમાં વ્યક્તિના સાર્વત્રિક વિકાસ માટે સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કારની સંખ્યા પણ જુદા જુદા સમયે બદલાતી રહે છે. વર્તમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org