________________
ભારતીય ધર્મો જોવા મળે છે. જરસ્તીઓ ભારતમાં આવી ભારતીય પ્રજામાં દૂધમાં સાકર ભળે. તેમ ભળી ગયા. એક થઈ ગયા. તેમણે સાકરની જેમ મીઠાશ પ્રવર્તાવી. તેઓ પણ ભારતીય સમાજના રંગોએ રંગાઈ ગયા, પણ તેમની વિશિષ્ટતા એ છે કે તેઓ ભારતીય રંગે રંગાયા હોવા છતાં તેમની પિતાની સંસ્કૃતિનું આગવી રીતે જતન કર્યું છે.
જરથોસ્તીઓ અગ્નિ અને ગાયને પવિત્ર માને છે. અગ્નિને તેઓ અશુદ્ધ કરતા નથી. તેમનાં દેવસ્થાને-અગિયારીઓમાં ખૂબ ભાવપૂર્વક અગ્નિનું જતન કરવામાં આવે છે. પવિત્ર આતશ બહેરામનું સ્થળ પારસી સમાજમાં ખૂબ વંદનીય છે. પારસીઓ ગાયને પવિત્ર માનતા હોવાથી એમના સમાજમાં ગેસેવાનું મહત્ત્વ સવિશેષ છે. તેઓ સંપૂર્ણ સફેદ આખલાને ખૂબ મહત્ત્વ આપે છે. દરેક ઘરમાં ગૌમૂત્ર સાચવવામાં આવે છે. ચુસ્ત પારસીઓ પિતાનું ઘર ગૌમૂત્ર છાંટી રાજ સ્વચ્છ બનાવે છે. (હિંદુઓમાં પણ ગાય અને ગૌમૂત્રનું સ્થાન મહત્વનું છે) પારસીઓ રોજ સવારે ઊઠીને ગૌમૂત્ર કપાળે અને શરીરના અન્ય ભાગોએ લગાડે , છે. ગૌમૂત્ર લગાડતી વખતે શિકસ્ત શિકસ્ત સેતાન’ એમ બેલે છે. જમીનને
સ્પર્શ કરી વંદન કરે છે. કસ્તીને છોડબાંધ કરીને રાત્રે આવેલા આસુરી વિચારોમાંથી મુક્તિ મળે તે માટે અહુરમઝદુની પ્રાર્થના કરે છે. આ પછી ધર્મચુસ્ત પારસીઓ પોતાની દૈનિક ક્રિયાઓ કરે છે. ટૂંકમાં પારસીઓ ખેતી અને ગાયઉછેરના વ્યવસાયને સર્વશ્રેષ્ઠ માને છે.
પારસી સમાજમાં પુત્રજન્મની અપેક્ષા સ્વાભાવિક રીતે સેવવામાં આવે છે. આમ છતાં પુત્ર-પુત્રીને જન્મ સહજ રીતે આનંદદાયક મનાય છે. નવજાત બાળકની આભડછેટ રાખવામાં આવે છે. પ્રસૂતાને અડકનાર સ્નાન કર્યા બાદ અન્ય કાર્ય કરે છે (ગામડાઓમાં–ચુસ્ત હિંદુઓમાં આજે પણ આ સ્થિતિ જોવા મળે છે ).. અહીંના સમાજમાં નામકરણ વિધિ આનંદથી ઊજવાય છે.
આ સમાજમાં કસ્તીનું મહત્વ વિશેષ છે. કસ્તી દેવાના વિધિને “નવજોતને. વિધિ કહેવામાં આવે છે. આ વિધિ કર્યા બાદ તે જરથોસ્તી બને એમ મનાય છે. અહીં સ્ત્રીપુરુષ બંનેને કસ્તી ધારણ કરવાને અધિકાર છે. કસ્તી સફેદ ઘેટાના ઊનને હાથે કાંતીને તૈયાર કરવામાં આવે છે. જેમ હિંદુઓમાં યજ્ઞોપવીત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક મનાય છે તેમ કસ્તીના ત્રણ આંટા મનસ્ની, ગવર્ની અને કુસ્તી (સુવિચાર, સુવાણ, સત્કર્મ)ના પ્રતીક છે.
અહીં લગ્ન એક ધાર્મિક ફરજ મનાય છે. જરસ્તી ધર્મનાં શાસ્ત્રો પ્રમાણે કઈ પણ કન્યાને પરણુતાં રેકવી તેને પ્રપ માનવામાં આવે છે. સદ્ગુણ, નિર્મળતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org