________________
૧૯૬
ભારતીય ધર્મો પરોપકારને સંદેશ આપે છે. જરસ્તી ધર્મ સાદે, સીધે અને વ્યવહારુ છે અને તે વાસ્તવિક જગતને અનુરૂપ છે. તેમાં ગૂઢ રહસ્ય, આદર્શો, તરવજ્ઞાનને સ્થાન નથી પણ દયા, પ્રેમ અને અહિંસાને વિશેષ સ્થાન છે. શ્રમનું મહત્ત્વ તેમણે પિછાન્યું છે. “કરે તેવું પામે અને વાવો તેવું લણે' એ સૂત્રને જરથોસ્તીધર્મના અનુયાયીઓ બરાબર રીતે સમજે છે. આ ધર્મ કે ઇને ખોટાં પ્રલોભને આપતા નથી પણ ખરાબ કર્મોની સજામાંથી માનવી છટકી શકશે નહિ તેવું સ્પષ્ટ સૂચના કરે છે. ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવાથી, સપ્ત પરિશ્રમ કરવાથી કે સગુણી જીવન ગાળવાથી માનવી અચૂક પવિત્ર બને છે તેવો આ ધર્મ શુભ સંદેશ આપે છે. જનસેવા એ જ પ્રભુ સેવા છે એ સમગ્ર ધર્મને સાર છે.
જરથોસ્તીઓ ગાયને પવિત્ર માને છે. તેમાં સંપૂર્ણ સફેદ આખલાનું વિશેષ મહત્વ છે. દરેક ઘરમાં ગોમૂત્ર સાચવવામાં આવે છે. તેઓ રોજ સવારે ઊઠીને ગૌમૂત્ર કપાળે અને શરીરના અન્ય ભાગોમાં લગાડે છે. ગૌમૂત્ર લગાડતી વખતે શિકસ્તે શિકસ્તે સેતાન (સેતાન હું તનેય રાજ્ય આપું છું) એમ બેલે છે. જમીનને સ્પર્શ કરી વંદન કરે છે. કસ્તીને છેડબાંધ કરી રાત્રે આવેલા ખરાબ વિચારે માટે પસ્તાવો કરીને તેવાં આસુરી તો સામે ઝઝૂમવાની તાકાત આપવા અહુરમઝદુને પ્રાર્થના કરે છે. આ પછી ધર્મચુસ્ત પારસીઓ પોતાની અન્ય દૈનિક ક્રિયાઓ કરે છે.
આ ધર્મમાં દરેક દિવસ કોઈ ને કઈ દેવ સાથે સંકળાયેલ છે એમ માનવામાં આવતું હોવાથી શુભ કાર્ય માટે મુહૂર્ત જોવાનું કે ઈ મહત્ત્વ આ ધર્મમાં નથી.
ટૂંકમાં જરસ્તી ધર્મ નીતિપ્રધાન ધર્મ છે. જરાસ્તઓ સ્પષ્ટપણે માને છે કે ધર્મ માનવીના કલ્યાણ માટે હોવો જોઈએ આથી આ ધર્મમાં સારાં કર્મોનું પ્રાધાન્ય વિશેષ છે. અપરિણીત રહેવું તેને તેઓ સામાજિક ગુને માનતા હેવાથી ગૃહસ્થ જીવનને પુણ્યકાર્યો કરવાનું સાધન માને છે. સંન્યાસીની માફક એકલા જ મોક્ષના અધિકારી બનવું તેના કરતાં સમગ્ર માનવજાતને મેક્ષની અધિકારીણી બનાવવા પ્રયત્નશીલ બનવું એમાં જ જીવનની સફળતા છે એમ દરેક ધર્મપ્રેમી પારસી માને છે. આમ ઉચ્ચ ચારિત્રવાળા નરનારીઓ ઉત્પન્ન કરવાનું આ ધર્મનું મુખ્ય ધ્યેય હોવાથી અહીં અગમ્યવાદ કે યોગને ઝાઝો વિકાસ થયે નથી. પારસી અગિયારીઓ
ભારતમાં અમદાવાદ, સુરત, વલસાડ, નવસારી, ઉદવાડા, મુંબઈ, થાણા વગેરે સ્થળોએ પારસીઓની અગિયારીઓ (પારસી લેકેનું મંદિર) આવેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org