SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ જરથોસ્તી ધર્મ અહીં પ્રારબ્ધની સાથે પુરુષાર્થને મહત્વ આપવામાં આવ્યું છે. માનવી કેવળ પ્રારબ્ધવાદી બને તે તે આળસુ અને રાક્ષસ બની જાય, માટે સત્કર્મો દ્વારા દરેક માનવી પુણ્ય પ્રાપ્ત કરે એવો ખાસ આગ્રહ સેવવામાં આવે છે. બાહ્ય આચાર કરતાં ધર્મમાં સત્કાર્યો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આથી આ ધર્મમાં અપરિણીત રહેવું તે પાપ મનાય છે. દાનનો મહિમા વિશેષ છે. તેઓ માને છે કે કઈ પણ કર્મ સ્વાર્થથી કલુષિત હોવું ન જોઈએ. “કયામતને દિવસ”. એ ન્યાયને દિવસ મનાય છે. તે વખતે અહુરમઝદ્ માનવીના સર્વ કર્મોને ન્યાય આપશે અને તે પ્રમાણે માનવી બેહસ્ત કે દેઝખમાં જશે. પુણ્યશાળી આત્માઓને સ્વર્ગમાં વહુમન (શુદ્ધ મન) હર્ષ ભર્યો આવકાર આપશે. આ ધર્મમાં સ્વર્ગના ચાર પ્રકાર જણાવ્યા છેઃ (૧) હુમત (સારા વિચારો)નું સ્વર્ગ, (૨) હુન્ત (સારાં વચન)નું સ્વર્ગ, (૩) હુવસ્ત (સારાં કાર્યો)નું સ્વર્ગ, (૪) ગરેન્માન (જ્યાં ઈશ્વરનું અપાર તેજ ઝળકી રહ્યું છે) આ ચારે પ્રકારમાં ગરેન્માન સ્વર્ગને પ્રકાર સૌથી શ્રેષ્ઠ મનાય છે. જરસ્તી ધર્મ સંન્યાસ કે ગૃહત્યાગને મહત્વ આપતા નથી. તેને અર્થ એ નથી કે તે સંતની અવગણના કરે છે. તેઓ માને છે કે તે સમાજના પ્રાણ છે. તેની સમાજસેવાને તે વંદનીય માને છે. અનેક પારસી સંતે દુકાળ, ભૂકંપ, પૂર વગેરે આફતમાં માનવીની ઉત્તમ સેવા કરે છે–પિતાનાં દ્ર. દ્વારા. તબીબી, વિજ્ઞાન, કેળવણું વગેરે ક્ષેત્રમાં નોંધપાત્ર ફાળો આપે છે. તેઓ આદર્શ સમાજસેવકે છે. તેઓ પ્રજાને સતત પરોપકારનાં કાર્યો કરવાનો આદેશ આપે છે. ઉદ્યોગ અને ખેતી દ્વારા માનવીને જનસેવા કરવાથી અહુરમઝદ્ર પ્રસન્ન થાય છે એમ જરસ્તીઓ માને છે. જરથોસ્તી ધર્મમાં સ્વચ્છતા માટે ખૂબ આગ્રહ રાખવામાં આવે છે. તેઓ પૃથ્વી, પાણું, અગ્નિ વગેરે કુદરતી તત્તવોને પવિત્ર માનતા હોવાથી દરેકને સ્વચ્છ રાખવાને આગ્રહ સેવે છે. આથી તેઓ શબને દાટતા નથી, પાણીમાં પધરાવતા નથી કે અગ્નિમાં બાળતા નથી, પણ કૂવામાં વ્યવસ્થિત જગાએ મૂકી પક્ષીઓને મેંપી દે છે. આ જગાને “દેખમું કહેવામાં આવે છે. મોટા શહેરમાં આ માટે ઊંચા મિનાર બાંધવામાં આવે છે. આવા મિનારાઓ શાંતિના મિનારા તરીકે ઓળખાય છે. જરથોસ્તી ધર્મ એકેશ્વરવાદની ભાવના પર રચાયેલું છે. અહીં એક જ પ્રભુ-અહુરમઝદ્દને માનવામાં આવે છે. જરથોસ્તીધર્મ સદાચાર, સેવા, શ્રમ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy