________________
ભારતીય ર
એવામાં એવુ બન્યું કે શાહ ગુસ્તાપના માનીતા કાળા ઘેાડાના પગ અચાનક તેના પેટમાં પેસી ગયા. આ વિચિત્ર રીંગ અસાધ્ય જણાયો. જરથુષ્ટ્રે આ વાત જાણતાં જણાવ્યુ કે જો મને તક મળે તે હું ઘેાડાને સાજો કરી દઉં. રામે કાને આ વાત પહોંચી. જરથુષ્ટ્રને ઘેાડા આગળ લઈ જવામાં આવ્યા. જરથ્રુસ્ટ્રે ઘેાડાના રાગ પારખી લીધે. તેમણે લાગ જોઈ અત્યાચારી ધર્મગુરુએ અને જાદુગરાને સીધા કરવા વ્યવહારુ બુદ્ધિના ઉપયોગ કર્યાં. તેમણે શરત કરી કે “જો હુ' ઘેાડાના પહેલા એક પગ બહાર કાઢું તેા શાહે જરથુષ્ટ્રના દીન કબૂલ કરવા. ખીજો પગ બહાર કાઢું તે શાહના વીર પુત્ર અસફ દિયારે મજહબ કબૂલ કરવા. ત્રીજો પગ બહાર નીકળતાં શાહ ગુસ્તાપની રાણી હુતાક્ષીએ નવા ધર્મ સ્વીકારવા આ શરત પ્રમાણે તેમણે ઘેાડાના ત્રણ પગ બહાર કાઢી બતાવ્યા અને છેલ્લે કહ્યું કે હવે ચોથા પગ ત્યારે જ બહાર કાઢું કે જ્યારે જે જાદુગરાએ આજૂ તરકટ ઊભું કર્યુ છે તેઓ પોતાના ગુના કબૂલ કરે. હવે જાદુગરા માટે ખીજો કાઈ વિકલ્પ ન રહેતાં તેમણે પેાતાને ગુના કબૂલ કર્યાં, ધેડા ચારે પગે ઊભા થયો, સર્વત્ર આનંદ છવાયો. રાજાએ ગુનેગારાને માતની સર્જા ફરમાવી પણ દયાળુ જરથુષ્ટ્રે વચ્ચે પડી તેમને માતને મલે દેશનિકાલની સજા કરાવી.” રાજાએ જરથેાસ્તી ધર્મ સ્વીકાર્યો.
૧૯૨
જરથુષ્ટ્રનાં આવાં બલાં કામેાને લીધે જથાસ્તી પ્રજા તેમને અષા (પવિત્ર) જરથુષ્ટ્ર કહી સન્માને છે.
ઈરાનના શાહે જથુષ્ટ્રના ધને સ્વીકાર કર્યો હોવાથી હવે જરથુષ્યનું ધર્મ પ્રચારનું કાર્ય સરળ બન્યુ. ધીરેધીરે પ્રાના વિશાળ વર્ગ તેમના અનુયાયી બન્યા. ધર્મ પ્રચાર માટે જરથુષ્ટ્રને અવારનવાર યુદ્ધમાં ઊતરવું પડતું, પણ છેવટે સવત્ર તેમને વિજય થવા લાગ્યા. ખુખના રાન્ન વિસ્તાપે જરથુષ્ટ્રના ધર્મીના સ્વીકાર કર્યાં હોવાથી તુરાનની પ્રજા પણ આ ધર્મ પ્રત્યે આકર્ષાઈ. આથી ઈરાન અને તુરાન વચ્ચે ભયંકર યુદ્ધ ફાટી નીકળ્યું. આ યુદ્ધમાં ૭૭ વર્ષના અષા જરથુષ્ટ્રનું મૃત્યુ થયું.
જરથુષ્ટ્રે પાંપત્તિઓના સામના કરવાના અને અફ઼રમઝદૂની ઉપાસના કરી પવિત્ર જીવન ગાળવાના પ્રાને આદેશ આપ્યા. તેમણે સ્પષ્ટ રીતે એકેશ્વરવાદના પ્રચાર કર્યા. તેઓ કહેતા કે પરમાત્મા એક છે અને તે સર્વત્ર છે. આ પરમાત્માને જરથેાસ્તીધર્મમાં અદૂરમઝના નામે ઓળખવામાં આવે છે. દૂરમદ્ એટલે જ્ઞાન આપનાર મહાન નિયંતા, મહાન શક્તિ. તે કહેતા કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org