________________
જરસ્તી ધર્મ
૧૯૧ આસપાસ પણ ચમત્કારે વણી લેવામાં આવ્યા છે. આ વિશની અનેક દંતકથાઓ પ્રચલિત છે. કહેવાય છે કે તેમને જન્મ થતાં તત્કાલીન સમયના ઈરાનના અત્યાચારી પાદશાહ અને સરદારને અશુભ શુકન થયેલા. ઈરાનના પાદશાહે પણ જરથુષ્ટ્રને મારી નાખવા અનેક પ્રયત્ન કર્યા હતા, પણ તે સર્વેમાંથી અદ્ભુત રીતે તેમને બચાવ થયો હતો અને તેથી સ્પીતમ જરથુષ્ટ્ર દેવી અંશ મનાવા લાગ્યા હતા.
પિતા પરુશસ્થ અને માતા દેવાએ તેમને બાળપણથી જ ઉત્તમ કેળવણી આપી તેમનામાં ત્યાગઅને દયાના સંસ્કારોનું સિંચન કર્યું હતું. તેમણે પિતાની મિલકતમાંથી કેવળ કમરપટ્ટો લીધું હતું. સંસારમાં રહેવા છતાં તેમનું મન વૈરાગ્યભાવનાથી ભરાયેલું હતું. છેવટે વીસ વર્ષની વયે તેમણે જીવનની અકળામણ દૂર કરવા ભગવાન બુદ્ધની માફક ગૃહત્યાગ કર્યો. એક પર્વત ઉપર જઈ તેમણે દસ વર્ષ સુધી ઈશ્વરનું ધ્યાન ધર્યું. અંતે તેમને અદૂરમઝહૂ અને તેના છ અમેશા સ્પદે (ઈશ્વરના મહાન ફિરસ્તાઓ અથવા શક્તિઓ)નાં દર્શન થયાં. આ સમય દરમ્યાન જરથુષ્ટ્ર અનેક કષ્ટ સહન કર્યા. ખૂબ ચિંતનને અંતે તેમને સમજાયું કે ઈશ્વરની સાચી ભક્તિ સમાજને ત્યાગ કરીને નહિ, પણ સમાજમાં રહી, સમાજમાં પ્રવર્તતા અન્યાય, અજ્ઞાનતા, અંધશ્રદ્ધા વગેરેને દૂર કરી જનસેવા કરવામાં રહેલી છે. આથી તેઓ એકાંતવાસ છોડી જાહેરમાં આવ્યા. સમાજમાં પ્રવર્તતી અજ્ઞાનતા દૂર કરવા પયગંબર તરીકે ધર્મોપદેશ આપવાનું કાર્ય શરૂ કર્યું
જરથુષ્ટ્ર ધર્મોપદેશનું કાર્ય શરૂ કરતાં ધીરેધીરે રાજા અને ધર્મગુરુઓના ત્રાસથી કંટાળેલી પ્રજા તેમના તરફ વળી. તેમનું સાદું જીવન અને સાદી તથા સરળ ભાષામાં ઉપદેશ આપવાની પદ્ધતિથી ધીરેધીરે તેમના અનુયાયીઓની સંખ્યા વધવા લાગી. આથી હિંસા અને ક્રર કર્મકાંડમાં રચ્યાપચ્યા રહી પ્રજાને ખરાબ માર્ગે દોરનારા ધર્મગુરુઓ અકળાવા લાગ્યા. તેમણે તેમની સામે જેહાદ ઉપાડી. ઈર્ષાળુ શત્રુઓએ અનેક ષડયંત્ર રચ્યાં. તેમને મારી નાખવા માટે જાદુના પ્રયોગો કરવામાં આવ્યા.
અનુશ્રુતિ પ્રમાણે જાણવા મળે છે કે એકવખત જરથુષ્ટ્રના વિરોધીઓએ મેલી વિદ્યામાં વપરાતી ચીજો જરથુષ્ટ્રના ઘરમાં તેમના દરવાનને લાંચ આપી છુપાવી દીધી. પછી રાજા આગળ જરથુષ્ટ્ર મેલી વિદ્યાથી લેકેને ભંભેરે છે. તથા તેમની શક્તિ મેલી વિદ્યાનું પરિણામ છે એવી ફરિયાદ કરી. રાજા ગુસ્તાપે આથી જરથુષ્ટ્રના ઘરની તપાસ કરાવી તે ત્યાંથી મેલી વિદ્યા માટે ઉપયોગમાં લેવાતી પેલી છુપાવેલી ચીજો મળી આવી. આથી રાજાએ તેમને કેદ કર્યા.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org