________________
પ્રાસ્તાવિક બાબતો પર ન જ પ્રકાશ પડે છે. ભારતીય સંસ્કૃતિ હજાર વર્ષ પૂર્વેની સંસ્કૃતિ હોવાની ખાતરી થતાં પ્રાચીન કાલના ઈતિહાસને ગાળે ઘણું જ વિસ્તૃત બને છે. આ ભવ્ય સંસ્કૃતિના અવશેષો શોધવાનું માન સ્વ. ડે રાખાલદાસ બેનરજી અને સર જહેન માર્શલને મળે છે. પહેલાં આ સંસ્કૃતિને સિંધુ પ્રદેશની સંસ્કૃતિ કહેતા. આગળ જતાં એને વિસ્તાર ઉ. પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં મળતાં હવે તેને તેના પ્રથમ પ્રાપ્તિસ્થાન પરથી હડપ્પીય સંસ્કૃતિ કહેવામાં આવે છે.
હડપ્પીય સંસ્કૃતિના અવશેષો સિંધુપ્રદેશના ને એની પશ્ચિમે આવેલા પ્રદેશનાં કુલ ઓગણચાળીસ સ્થળોએથી મળ્યા છે. આ અવશેષો સહુ પ્રથમ હડપા નામના. સ્થળે પ્રાપ્ત થયા હોવાથી એ સંસ્કૃતિને હડપ્પા સંસ્કૃતિ કહે છે. બીજુ મહત્વનું કેન્દ્ર મોહેંજો દડે છે. ગુજરાતમાં આ સંસ્કૃતિના અવશેષે ધોળકા પાસેના લેથલ તથા સૌરાષ્ટ્રના રેજડી વગેરે સ્થળેથી મળતાં તે અવનત હડપ્પીય સંસ્કૃતિના નામે ગુજરાતમાં ઓળખાય છે. આ સંસ્કૃતિના અવશેષમાં આ પ્રદેશમાં વસતી પ્રજાની ધર્મ ભાવના ઉપર પ્રકાશ ફેંકતા કેટલાક નમૂના જેવા કે સ્થાપત્યના અવશેષો દેવ-દેવીઓની નાનીમેટી મૂતિઓ, મનુષ્ય અને પ્રાણીઓના આકારના કેટલાક અવશેષ, નાનાં લિંગો વગેરે મળ્યાં છે. આ સંસ્કૃતિના અવશેષોમાં લખાણવાળી સંખ્યાબંધ મુદ્રાઓ મળેલ છે. પરંતુ એ લખાણને અર્થ સ્પષ્ટ ન થતાં તેમની ધર્મભાવના પર વિશેષ પ્રકાશ પડતો નથી. અનુમાન ઉપર જ આગળ વધવું પડે છે.
આ સંસ્કૃતિના સમયની અન્ય સંસ્કૃતિઓમાં ધર્મનું ઘણું મહત્ત્વ હતું. હિંદમાં ધર્મને મહિમા વેદકાલ અને ઐતિહાસિકકાલે પૂર્વેથી જળવાઈ રહે જણાય છે. આથી હડપ્પીય સંસ્કૃતિમાં ધર્મની ભાવના સારી ખીલી હોય એ સ્વાભાવિક છે. ઉપલબ્ધ અવશેષે પરથી જણાય છે કે આ સંસ્કૃતિના સમાજ પર ધર્મનું વર્ચસ ઘણું ઓછું હશે. અહીંથી વેદીઓ મળે છે. પ્રજા માતા, વૃક્ષ, અગ્નિ વગેરેની પૂજા કરતી હશે. અંત્યેષ્ટિ વિધિ એમના ધર્મ પર નવો પ્રકાશ પાડે છે. શબને દફનાવવાના રિવાજ સાથે મૃતકને અવલકંજલ પહોંચાડવાને બીજે રિવાજ પણ હશે. આ ઉપરથી કહી શકાય કે હડપ્પીય સંસ્કૃતિની પ્રજા ભિન્ન ભિન્ન પ્રકારના ધાર્મિક રિવાજ પાળતી હશે. મંદિરે
મેહે જો–દડોના મેટા ટીંબાની એક મેચ પર મળેલું એક અનોખું મકાન મંદિરનું હોય એમ મનાય છે. આ મકાન નગરનું મુખ્ય મંદિર હોવાનો સંભવ છે. એની ઉત્તરે આવેલું એક સુમેરના મુખ્ય મંદિરના એક સાથે ઘણું જ સામ્ય ધરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org