________________
ભારતીય ધર્મો (પ્રાર્થનાલય) આવેલું છે. તેમનામાં પણ શબને દફનાવવાનો રિવાજ છે. મરણોત્તરવિધિ સાદાઈથી થાય છે. તે તેમના ધર્મગ્રંથ તરાહને ખૂબ પવિત્ર માને છે.
દક્ષિણ ભારતમાં ઈસુની બીજી સદીના ઉત્તરાર્ધમાં ખ્રિસ્તીઓ આવીને વસ્યાઈસુની બીજી સદીમાં દક્ષિણ ભારતમાં પ્રથમ ખ્રિસ્તી દેવળ સ્થપાયું. દક્ષિણ ભારતમાં ધીરે ધીરે ભારતમાં પોર્ટુગીઝની વસતી વધતાં ખ્રિસ્તી ધર્મને પ્રચાર વધ્યો. મધ્યકાલમાં ભારતમાં અનેક યુરોપિય પ્રજાનું વેપાર અર્થે આગમન થતાં ધીરે ધીરે બંગાળા, ગુજરાત વગેરેમાં ખ્રિસ્તી વસાહતોને વિકાસ થયો. અંગ્રેજોની નીતિના પરિણામે ભારતના નીચલા વર્ગના અનેક લેકએ ખ્રિસ્તી ધર્મ (કેટલાકે સ્વેચ્છાથી અને કેટલાકે ફરજ્યિાત ધર્મ પરિવર્તનથી) અપનાવ્યું. ખ્રિસ્તી ધર્મનાં દેવળની સંખ્યા વધવા લાગી, બાઈબલનું પ્રાદેશિક ભાષામાં ભાષાંતર થવા લાગ્યું. ધીરે ધીરે ખ્રિસ્તીઓએ પિતાની ધર્મ કેન્દ્રી શાળાઓ સ્થાપી. આના પરિણામે ભારતીય સમાજપર ખ્રિસ્તી ધર્મની વ્યાપક અસર થઈ.
આમ આજે ભારતમાં શૈવ, વૈષ્ણવ, શાક્ત જેવી અનેક શાખાઓ વાળે હિંદુ ધર્મ, ઈસ્લામ, શીખ, જરથોસ્તી, યહૂદી, ખ્રિસ્તી વગેરે અનેક ધર્મોનું અસ્તિત્વ હેવા છતાં ભારતીય પ્રજાએ પિતાની સંસ્કૃતિને વિશિષ્ટ રીતે વિકસાવી છે. ભારતમાં પ્રચલિત સર્વ ધર્મોની વિશિષ્ટતા એ છે કે દરેક ધર્મે પિતાની વિશિષ્ટ શૈલીથી પિતાનાં દેવસ્થાને તથા તીર્થધામે વિકસાવ્યાં છે. ભારતીય પ્રજામાં રહેલી ધર્મસહિષ્ણુતાની વૃત્તિને લીધે આ સર્વ સ્થળે પિતાની આગવી રીતે વિકસ્યાં છે. દરેક સંપ્રદાયને પિતાના અનુયાયીઓ મળેલા છે. દરેકના આચાર વિચાર, ધાર્મિક માન્ય-- તાએ અલગ અલગ હોવા છતાં સમગ્રનું કલેવર એક જ ધર્મના રંગે રંગાયેલું હેય તેમ જણાય છે, અને તે ધર્મ તે માનવ ધર્મ. આજે પણ વિશ્વના કોઈ પણ ખૂણે કુદરતી આફત ઊતરી હોય તે ભારતીય પ્રજ માનવધર્મથી પ્રેરાઈને દુઃખીઓની મદદે દેડી જાય છે. આર્યોના આગમન પહેલાંની ભારતીય પ્રજાને ધમ (Pre-vedic Indian Religion)
ભારતને સાંસ્કૃતિક ઈતિહાસમાં સિંધુખીણની સંસ્કૃતિના અવશેષેએ એક નવું પ્રકરણ ઉમેર્યું છે. ભારત પાસે લગભગ ૫૦૦૦ વર્ષ જૂને સંસ્કાર વારસો છે. એ વાતની પ્રતીતિ આ અવશેષો દ્વારા જગતને થઈ. સિંધુખીણની સંસ્કૃતિના અવશેષોની શોધ થઈ ન હતી ત્યાં સુધી ભારતની સાંસ્કૃતિક પરંપરાનું મૂળ વેદમાં જોવાતું હતું. પરંતુ હડપા અને મોહે-જો-દડોના અવશેષો પ્રાપ્ત થતાં સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org