SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ઇરલામ ધર્મ થયો. તેમાં હુસેન બ્રાહ્મણ, બેજા, પીરાણા પંથના અનુયાયીઓ, રસૂલ શાહના તાંત્રિક મતના અનુયાયીઓ, બંગાળના બાઉલે વગેરે નોંધપાત્ર છે. હુસેની બ્રાહ્મણે આ વર્ગના લેકે નથી પૂરા હિંદુ કે નથી પૂરા મુસલમાન. તેઓ હિંદુઓના આચાર, કર્મકાંડ વગેરેને મુસ્લિમ ક્રિયાઓ સાથે સુમેળ સાધીને પિતાને વ્યવહાર ચલાવે છે. તેઓ રજાને દિવસે ઉપવાસ પણ કરે છે અને હિંદુઓનાં વ્રત પણ કરે છે. તેમની સ્ત્રીઓ હિંદુઓની માફક કપડાં પહેરે છે. પુરુષો ભિક્ષા માગતી વખતે હુસેનના નામને ઉચ્ચાર કરે છે. આ લેકેને વિશાળ વર્ગ આગ્રા અને તેની આસપાસના રાજસ્થાનના પ્રદેશમાં પથરાયેલો છે. તેઓ હિંદુઓના મંદિરે પણ જાય છે અને મુસ્લિમ સંતિની દરગાહે પણ દર્શનાર્થે જાય છે. ઈમામશાહી સંપ્રદાયના પુરહિત અથવા “કાકાએ હુસેની બ્રાહ્મણને કેટલેક અંશે મળતા આવે છે. શાહિદુલ્લા સંપ્રદાયના લેકે અથર્વવેદ અને હિંદુમુસ્લિમ સમન્વયના અવતારરૂપ “નિષ્કલંકને માને છે. ખાજા ઈસમાલિયા સંપ્રદાયના એક સંતે આવી ભારતમાં ધર્મપ્રચારનું કાર્ય આરંભ્ય. અનુશ્રુતિ પ્રમાણે જાણવા મળે છે કે ગુજરાતમાં આવેલા નિઝારીઓએ પાટણની એક હિંદુ પ્રતિમાને બેલતી કરી એની પાસે પિતાના સંપ્રદાયની પ્રતિષ્ઠા કરાવી, આ ઉપરથી ઘણું હિંદુઓ મુસલમાન થયા. હિંદુઓને આકર્ષવા તેમણે હિંદુશાહી નામ ધારણ કરવા માંડ્યું. સમાધિ જેવી હિંદુ વિધિ અપનાવી. તેમના અનુયાયીઓ ભારતમાં “જિ” નામે ઓળખાય છે. તેઓ દિવસમાં ત્રણ નમાઝ પડે છે. તેઓ હિંદુઓના દેવ વિષ્ણુના દસ અવતારને માને છે. સૌરાષ્ટ્રના ગઢડા પાસેનાં કેટલાંક નેજા કુટુંબેએ સ્વામીનારાયણ સંપ્રદાય અપનાવ્યું છે. ભારતની આ એક અગત્યની વેપારી કેમ છે. વહાર ઈ. સ. ૧૫૩૯માં ઇસ્લામના ૨૪મા દાઈ તુર્કીના જમને કાણે ભારતમાં આવ્યા. તેમણે સિદ્ધપુરમાં ગાદી સ્થાપી. તેમના પુત્ર પચીસમા દાઇ સૈયદ જલાલા સમસુદીને અમદાવાદમાં ગાદી ફેરવી. વહોરાઓએ દાઉદ બિન કુતુબશાહને વડા મુલાજી તરીકે સ્વીકાર્યા. ઈ. સ. ૧૫૭૨માં દાઉદી અને સુલેમાની રિકા અસ્તિત્વમાં આવ્યા. તેઓની વસતી ગુજરાતમાં સિદ્ધપુર, અમદાવાદ, દાહોદ, નડિયાદ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy