________________
ભારતીય ધર્મો નક્કી કર્યા, જેવા કે કેશ-દાહી ન કાપવાં, તંબાકુ અને એવી બીજી નશીલી ચીજોનું સેવન ન કરવું, પરસ્ત્રીગમન ન કરવું, બ્રહ્મચર્ય પાળવું, શરાબ ન પીવો, હલાલ કરેલા પ્રાણીનું માંસ ન ખાવું વગેરે. આ પૈકીના કોઈ પણ આચારના ઉલ્લંઘન કરનારને ખાલસા પંથમાંથી બહિષ્કાર કરવો અને ફરીથી પંથમાં દાખલ થવા માટે તેણે ફરી દીક્ષા લેવી અને સંગત જે દંડ કરે તે ભરવો પડે એમ નકકી કરવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે પુત્રીને દૂધ પીતી કરનાર, સતી પ્રથાને અનુમોદન આપનાર અને મુઘલ સાથે કન્યાને પરણવનાર સાથે સંબંધ ન રાખવો. પોતાની આવકના દશમા ભાગનું દાન કરવું. દરેક શીખે નાતજાતનાં બંધનેને ત્યાગ કરી એકબીજા સાથે ભેજન કરવું. ત્યાગ અને સ્વાર્પણની ભાવના કેળવવી. દરેક શીખને ખાલસાના પ્રતીક તરીકે પાંચ કક્કો ધારણ કરવાનો આદેશ આપ્યો. આ પાંચ કકકા તે : કેશ (લાંબાવાળ), કંઘી, (નાની કાંસકી), કિરપાણ (નાની તલવાર), કચ્છ અને કડું. આ પાંચે ચિહ્નો આજે પણ શીખધર્મનાં આવશ્યક અંગે મનાય છે. આ પ્રતીકેમાં બ્રહ્મચર્ય, ત્યાગ અને સ્વાર્પણની ભાવના સમાયેલી છે.
ગુરુ ગોવિંદસિંહ પિતે બહુ જ દુરંદેશીવાળા હતા. મુઘલ સાથે દરેક ગુરુને સંઘર્ષમાં ઊતરવું પડે તેવી પરિસ્થિતિ સર્જાતાં ધર્મના રક્ષણ માટે તેમણે ખાલસા પ્રથા શરૂ કરી ગુરુ પરંપરા બંધ કરાવી. ગુરુગાદીએ આવનારને ધર્મના નામે બલિદાન આપવું ન પડે તે માટે આ આવશ્યક બન્યું હતું. હવે તેમણે દીર્ધ દૃષ્ટિ વાપરી ગ્રંથસાહેબને જ ગુરુ તરીકે સ્થાપી ગુરુ મહિમા ચાલુ રાખ્યો. તેમની વાણી ગ્રંથસાહેબના દસમા મહોલ્લામાં સચવાઈ છે.
ગુરુ ગોવિંદસિંહે આજીવન મુઘલ સત્તાને સામને કર્યો. અનેક યુદ્ધો લડયા. તેમણે શીખેને બહાદુર અને ચારિત્રવાન બનાવવા પ્રયત્ન કર્યા. તેઓએ આ માટે કેટલાક નોંધપાત્ર ગ્રંથ રચ્યા છે. તેમની કૃતિઓ શીખધર્મનું મૂલ્યવાન ધન મનાય છે. તેમણે પિતાની ઘણીખરી રચનાઓ ઈ. સ. ૧૭૫-૧૭૦૬ સુધીમાં પૂર્ણ કરી હોય તેમ લાગે છે. તેમણે રચેલ દશમગ્રંથ શીખધર્મને નોંધપાત્ર ગ્રંથ મનાય છે. વ્રજ, હિન્દી, ફારસી અને પંજાબી એમ ચારે ભાષામાં આ ગ્રંથની રચનાઓ છે. તેમાં જાપુ (જુદા જુદા દેશમાં પ્રાર્થનાઓ), અકાલ ઉસ્તતિ (અવિનાશી પ્રભુની સ્તુતિ), વિચિત્રનાટક (ગુરુનું જીવનવૃત્તાંત), ચંડિ-ચરિત્ર (માર્ક ડેય પુરાણમાં આવેલ દુર્ગા–સપ્તશતીના આધારે રચેલ રચનાઓ), જ્ઞાનપ્રબોધ, મહિંદીર (શિયા પંથના અવતારનું વર્ણન), બ્રહ્મા અવતાર (બ્રહ્માના સાત અવતારનું વર્ણન), રદ્ર અવતાર, શબ્દ હારે (હિન્દી અને પંજાબી ભાષામાં ભક્તિજ્ઞાન, ખાલસા મહિમા, ઝફરનામા (ગુરુએ ઔરંગઝેબને ફારસીમાં લખેલ પત્ર), હિકાયતે (ફારસીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org