________________
શીખ ધર્મ
૧૬૧ વિરુદ્ધ બની ગયું. કેટલાક વિદ્વાનોના મત પ્રમાણે દિલ્હી જતાં અગાઉ ગુરુ તેગબહાદુરે પોતાના વિદ્વાન અને બહાદુર પુત્ર ગોવિંદરાયને નાળિયેર અને પાંચ પૈસા આપી ગુરુગાદી ઉપર અભિષેક કરી ગુરુ તરીકે સ્થાપી દીધા હતા. ગુરુ તેગબહાદુરના બલિદાનથી અનેક કાશ્મીરી પંડિતે અને લાખે હિંદુ-શીખો ફરજિયાત ધર્માતરમાંથી બચી ગયા. ખરેખર ગુરુ તેગબહાદુરે ધર્મની વેદી ઉપર માનવકલ્યાણ અર્થે પિતાનું બલિદાન આપી શીખધર્મને ઉજજવળ બનાવ્યું.
જેલવાસ દરમ્યાન ગુરુ તેગબહાદુરે કેટલીક ઉત્તમ કાવ્યરચનાઓ કરી હતી. આ સર્વ તેમણે જેલની દીવાલ તથા વૃક્ષપત્ર ઉપર લખેલી. જેને દરેગે સૈયદ અબ્દુલહસન અંતરથી ગુરુને પરમભક્ત હતે પણ બાદશાહના હુકમ આગળ લાચાર હતા. આમ છતાં તેણે જેલમાં ગુરુની બનતી સેવા ખરા અંતઃકરણથી કરી હતી. તેના પ્રયત્નોથી ગુરુ તેગબહાદુરની સર્વ રચનાઓ એકત્ર કરવામાં આવી. આ નવમા ગુરુની વાણી ગ્રંથસાહેબના નવમા મહોલ્લામાં સાચવવામાં આવી છે.
ગુરુ તેગબહાદુરના શિરચ્છેદથી હિંદુ-શીખ જનતામાં સન્નાટો છવાઈ ગયે. ઓરંગઝેબના આ દુષ્ટ કાર્યથી મુઘલ રાજ્યના પાયા હચમચવા લાગ્યા. મુઘલ રાજ્યની પડતીનાં બી વવાયાં. ગુરુ ગોવિંદસિંહ
ગુરુ તેગબહાદુર પછી છેલ્લા અને દસમા ગુરુ તે ગુરુ ગોવિંદસિંહ. તેઓ ઘણી જ કુમળી વયે ગુરુગાદીએ આવ્યા હતા. તેમણે નાની વયે પિતાની પ્રેરણાથી શસ્ત્ર અને શાસ્ત્રને અભ્યાસ કરી શીખોનું નેતૃત્વ લીધું હતું. આનંદપુરમાં લાવેલા પિતાના મસ્તકને જોઈને તેઓ જરા પણ ડર્યા નહિ બલકે બાદશાહ ઔરંગઝેબના અત્યાચારને મક્કમતાથી સામનો કરવાનો નિર્ધાર કર્યો. તેમણે ઈ. સ. ૧૬૯૯માં ખાલસા'ની સ્થાપના કરી મુઘલે સાથે ઘેર સંગ્રામ આરંભે.
કહેવાય છે કે તેમને ધર્મથી ચલિત કરવા તેમના બે પુત્રોને ઔરંગઝેબે દીવાલમાં જીવતા ચણી લીધા હતા. તેમના પર ભયંકર અત્યાચાર વર્તાવ્યો હતે. આમ છતાં તેઓ ધર્મથી ચલિત થયા ન હતા. તેમણે સ્થાપેલી “ખાલસા' નામની સંસ્થા દ્વારા શીખેને બહાદુર બનાવવાને તેઓ પ્રયત્ન કરવા લાગ્યા. તેમને
વ્યવસ્થિત યુદ્ધની તાલીમ મળે તે માટે જુદાં જુદાં લશ્કરી મથકો તૈયાર કર્યા. તેઓ દરેક શીખને કહેતા કે તમારે ધર્મ સિંહને ધર્મ છે. તેથી તમારા નામને અંતે સિંહ ઉપનામ ધારણ કરે. તેમણે શીખોના માર્ગદર્શન માટે કેટલાક આચારે ભી. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org