________________
શીખ ધર્મ
૧૫
આસનને બાદશાહના લાલકિલ્લામાંના આસન કરતાં ત્રણ ગણું ઊંચું બનાવ્યું. અને મુઘલ સાર્વભૌમત્વને અસ્વીકાર કર્યો.
મુઘલ સાથેના સંઘર્ષની સાથે સાથે તેમણે શીખેમાં ભક્તિભાવ અને વૈરાગ્યની ભાવના વિકસાવવા પોતે મરી અને પીરી નામની બે તલવાર કમરે બાંધવા લાગ્યા. એક ભક્તિનું પ્રતીક અને બીજી શક્તિનું પ્રતીક. આમ તેમણે એક નિર્ભય નેતા તરીકે શીખેમાં ધર્મભાવના અને ધર્મના માટે કઈ પણ જુલમને સામને કરવાની આત્મશ્રદ્ધા પેદા કરી. તેમની પ્રવૃત્તિથી વહેસાઈ બાદશાહ જહાંગીરે તેમને દિલ્હી તેડાવ્યા. દરેકને એમ લાગતું હતું કે ગુરુ ઉપર ગુરુ અર્જુનદેવ જેવો ત્રાસ ગુજારવામાં આવશે, પણ સદ્ભાગ્યે ગુરુ અર્જુનદેવના પરમભક્ત એક વઝીરખાન નામના સરદારની સમજાવટથી જહાંગીરમાં ગુરુ, હરગોવિંદ પ્રત્યે સન્માનની ભાવના પેદા થઈ. તેણે ગુરુની પરીક્ષા કરવા પૂછયું કે હિંદુઓના પરબ્રહ્મ પરમેશ્વર અને મુસલમાનના અલ્લાહમાં શે ભેદ છે? ગુરુએ સ્વાભાવિક શૈલીથી જવાબ આપ્યો કે “સર્વને રક્ષક રહીમ છે. અલ્લાહ અલખ અને અપાર છે. એ એકલે જ મહાન અને અનંત છે. હું એ એક પરમાત્માને, પૃવીન માલિકને નમું છું. એ અષ્ટા છે, સર્વવ્યાપી છે. બાદશાહ આ સાંભળી ઘણે ખુશ થયો પણ તેમની પ્રવૃત્તિઓ અટકાવવા તેમને વાલિયરના કિલ્લામાં નજરકેદ કર્યા. અહીં ગુરુએ ભજનકીર્તનને કાર્યક્રમ ચાલુ રાખ્યો. અનેક કેદીઓ અને જેલને દરેગે હરિદાસ ગુરુને પરમભક્ત બન્યા. અનેક લોકો ગ્વાલિયરના કિલ્લામાં ગુરુદર્શને આવવા લાગ્યા. ઘણાએ ગુરુને છોડાવવા ફાળો એકત્ર કરવાને પ્રયત્ન કર્યો પણ ગુરુ હરગોવિંદે તેમને અટકાવી દીધા. ગુરુની પ્રભુભક્તિ, નિર્મળ ચારિત્ર તથા હજરતમિયાં મીરની દરમ્યાનગીરીથી બાદશાહ જહાંગીરે લગભગ દેઢ વર્ષ બાદ બહુ જ સન્માનપૂર્વક ગુરુને નજરકેદમાંથી મુક્ત કર્યા. ગુરુની વિનંતીને માન આપી તેણે અન્ય રાજકેદીઓને પણ મુક્ત કર્યા. જહાંગીરે ગુરુ સાથે મિત્રતા બાંધી અમૃતસર ગયો. અકાલ તખ્તનું બાંધકામ પૂર્ણ કરવા ખર્ચ આપવાની વિનંતી કરી પણુ ગુરુ હરગોવિંદે અગાઉના ગુરુઓની માફક બહુ જ વિવેકથી આ વિનંતીને અસ્વીકાર કર્યો. બાદશાહ જહાંગીરના મૃત્યુ બાદ શાહજહાંના સમયમાં આ મૈત્રી વધારે વખત ટકી નહિ.
ગુરુ હરગોવિંદની ઈચ્છા ગુરુગાદી પિતાના પુત્ર ગુરુદિત્તાને આપવાની હતી પણું અચાનક તેનું મૃત્યુ થતાં અને તેના કોઈ પુત્ર ગુરુગાદીને લાયક ન જણાતાં ગુરુદિનાના નાના પુત્રના પુત્ર હરિરાયને ગુરુગાદી સોંપી. ઈ. સ. ૧૬૪૪માં મૃત્યુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org