________________
શીખધર્મ
ભારતમાં ઉદ્દભવેલી ધર્મપરંપરાઓમાં એથે ધર્મ તે શીખધર્મ. આ ધર્મ સત્ય માટે ઝઝૂમતી પ્રજાને ધર્મ છે. શ્રી કાકાસાહેબ કાલેલકર કહે છે તેમ આમાં સાંપ્રદાયિકતા નથી પણ “સંત મત’ છે. જ્યારે ભારતમાં હિંદુ અને મુસ્લિમ ધર્મના નામે રક્તપાત રેલાવી રહ્યા હતા, બરબાદ થઈ રહ્યા હતા, ત્યારે તેમને એકતાને તાંતણે બાંધવાને આ ધર્મ પ્રયત્ન કર્યો.
પંદરમી સદીમાં ભારતમાં અને ખાસ કરીને પંજાબમાં મુસ્લિમ સત્તાને વ્યાપક પ્રસાર થયું હતું, ત્યારે જેમાં મુસ્લિમ ધર્મની ધાર્મિકતાને રજ માત્ર પણ અંશ ન હતો એવા ક્રર અને ધર્માધ શાસકે પ્રજા ઉપર ઘોર ત્રાસ વર્તાવી રહ્યા હતા. અનેક હિંદુઓનું બળજબરીથી ધર્માતર કરાવવામાં આવતું હતું. ઉદારમાં ઉદાર, નમ્રમાં નમ્ર અને યશસ્વી ગણાતા મુસ્લિમ શાસકમાં પણ ભારેભાર ધમધતા વર્તાતી હતી. ધર્માન્તર કરાવવા માટે હિંદુઓ ઉપર વિવિધ પ્રકારના કરવેરા નાખવામાં આવ્યા હતા. ઉત્સવો અને વરઘેડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતો. નવાં મંદિર બનાવવાં કે જૂનાં મંદિર સમરાવવાં એ ભયંકર ગુને મનાતે હત. સારાં કપડાં પહેરવાં, વાહનમાં બેસવું, સારા મકાનમાં રહેવું એ સામાન્યતઃ હિંદુઓ માટે સ્વપ્ન સમાન હતું. મુસ્લિમ શાસકેના ત્રાસને સામેથી આમંત્રણ આપવા જેવું હતું.
આ સમયે સર્વધર્મ સમન્વયની વાત કરવી એ શિરચ્છેદને પાત્ર ગુને મનાતે. કાનેરના એક લેધન (Laudhan) નામના બ્રાહ્મણે માત્ર એટલું જ કહ્યું કે કેઈ પણ હિંદુ કે મુસલમાન ગમે તે ધર્મ નિષ્કપટપણે પાળે તો તેને અવશ્ય ભગવાન મળે છે.” આ ગુનાસર હિંદુધર્મને ઇસ્લામની બરાબર કહેવા બદલ તે સમયના દિલ્હીના સુલતાન સિકંદર લોદીએ એને શિરચ્છેદ કરાવ્યો હતો. આના પરિણામે ઘણું દબાયેલા હિંદુઓ કંઈ સૂઝ ન પડતાં મુસ્લિમ શાસકેને ખુશામતખોર બન્યા હતા. ઈસ્લામના અનુરાગી બન્યા હતા. તેઓ મુસ્લિમ શાસકેની સત્તા મજબૂત કરવાના હાથા બન્યા હતા–પરિણામે મુસ્લિમ શાસકે વધારે ઘાતકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org