________________
ધર્મ
૧૩૩ દરેક મનુષ્ય આત્મકલ્યાણ માટે જ્ઞાનીની શોધ કરવી જોઈએ. જ્ઞાની એટલે સાચા ગુરુ, ગુરુ માનવીને અજ્ઞાનતામાંથી દિવ્ય પ્રકાશ તરફ લઈ જાય છે. ગુરુને શરણે ગયા પછી તેમના આદેશ પ્રમાણે આચરણ કરવું. આને સાચો ધર્મ કહે છે. એટલે જીવનમાં શાંતિ મેળવવા માટે ધર્મનું શરણું લેવું જોઈએ. સાચે ધર્મ જ જીવનને ઉજ્જવળ બનાવે છે. મનુષ્યને નિર્વાણ અપાવે તે જ સાચે ધર્મ. ધર્મના આદેશ પ્રમાણે જીવન જીવવા માટે સંઘના શરણે જવું જોઈએ. સંધ એટલે સમાજ–ભિક્ષુઓને અને ગૃહસ્થને. સંઘ એકતાનું પ્રતીક છે. સમાજમાં રહેવાથી પ્રેમ, સંપ, સહકાર વગેરેનું મહત્ત્વ સમજાય છે.
આમ શરણત્રયની ભાવના દ્વારા માનવીને નિર્વાણના માર્ગ–મેક્ષના માર્ગે જવાને બૌદ્ધધર્મ આદેશ આપે છે. દરેક બૌદ્ધધર્મના અનુયાયીએ “શરણત્રયના સ્વીકારની પ્રતિજ્ઞા લેવી પડે છે. નિયમપાલન અને શ્રદ્ધા બૌદ્ધધર્મમાં મહત્ત્વનાં મનાય છે.
સંઘ
બૌદ્ધધર્મમાં સંઘનું મહત્ત્વ વિશેષ છે. સંધનું કાર્ય માનવીને જ્ઞાનમાર્ગે લઈ જવાનું છે. અહીં પરિવ્રાજકાએ નિયમબદ્ધ રહી સાધના દ્વારા આધ્યાત્મિક લક્ષ તરફ આગળ વધવાનું છે. કેટલાક વિદ્વાને માને છે કે ગૌતમબુદ્ધ ગણતંત્રના પ્રસંશક હેવાથી તેમણે સંઘનું નેતૃત્વ કેઈને આપ્યું ન હતું. સંધમાં પણ તેમણે ગણરાજ્ય અથવા ધર્મરાજ્ય સ્થાપ્યું હતું. સંઘમાં વર્ણભેદ ન હતો. શરૂઆતમાં સંધમાં એકાંતવાસનું મહત્ત્વ હતું પણ ધીરેધીરે સહવાસનું પ્રાધાન્ય વધવા લાગ્યું. જેમ જેમ ભિક્ષુઓની સંખ્યા વધતી ગઈ તેમ તેમ સંઘના સંગઠનમાં પરિવર્તન આવતું ગયું. બુદ્ધ જુદા જુદા પ્રસંગોએ ભિક્ષુઓને અનુશાસન માટે નિયમ ઘડ્યા. આ નિયમે શિક્ષા પદે કહેવાય છે. સંધમાં ભિક્ષુઓની સંખ્યા વધતાં તે સર્વ ઉપર અંકુશ રાખવા માટે ઉપાધ્યાયપદ અસ્તિત્વમાં આવ્યું. સંધમાં દાખલ થનાર માટે પણ કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા–જેવા કે દેવાદાર, ગુલામ, વીસ વર્ષથી નાને, કુટુંબની મંજુરી વિનાને, રાજ્યને ગુનેગાર, પિતાને વધ કરનાર–અહં તને વધ કરનાર વગેરેને સંઘમાં દાખલ ન કરવા, અન્ય પંથને સાધુને બૌદ્ધ સંઘમાં દાખલ થવા માટે કપરી કસેટીમાંથી પસાર થવું પડતું. ચાર મહિના સુધી તેની આકરી કસોટી થતી.
સંઘમાં દરેક શિષ્યના અને ઉપાધ્યાયના ધર્મો નકકી કરવામાં આવ્યા હતા. ભગવાન બુધે શરૂઆતમાં સંઘમાં સ્ત્રીઓને દાખલ થવાની અનુમતિ આપી ન હતી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org