________________
૧૩૧ આમ આર્ય (ઉમદા) અછાંગ માર્ગ એ સદાચારી અને અહિંસાત્મ જીવન જીવવાને ઉત્તમ માર્ગ છે. આય અષ્ટાંગિક માર્ગના ત્રણ વિભાગો છેઃ (૧) પ્રજ્ઞાસ્કંધ (૨) શીલકંધ (૩) સમાધિસ્કંધ. પ્રજ્ઞા સ્કંધમાં સમ્યગ્દષ્ટિ અને સંકલ્પને સમાવેશ થાય છે. શીલકંધમાં સમ્યફવાણી, કર્મ અને આજીવને સમાવેશ થાય છે. અને સમાધિ સ્કંધમાં વ્યાયામ, સંસ્કૃતિ અને સમાધિને સમાવૈશ થાય છે. આ ત્રણ સ્કંધને ગૌતમબુદ્ધ ત્રણ સંયતિ અને ત્રણ મહાયજ્ઞ તરીકે ઓળખાવ્યા છે. આ ત્રણ સ્કે ધેને શિક્ષાત્રય પણ કહેવામાં આવે છે. બૌદ્ધધર્મના આચાર
જૈનધર્મની માફક બૌદ્ધધર્મમાં પણ નીચે પ્રમાણેના કેટલાક આચાર પ્રબેધ્યા છેઃ
() પંચશીલ-અષ્ટશીલ-દશશીલ–બૌદ્ધધર્મને સર્વે અનુયાયીઓએ પાળવા માટેનાં આ વતિ છે. પ્રથમ પાંચ વ્રત સામાન્ય માનવી માટે છે અને બાકીનાં ત્રણ બેઠ શ્રમણ માટેનાં છે અને છેલ્લાં બે બૌદ્ધ સંઘના ધર્મગુરુઓ વિરમણ માટે છે. ધર્મગુરુઓએ દશેદશ વ્રત નિયમ પૂર્વકપાળવાનાં હોય છે.
(૧) પ્રાણાતિપાત વિરમણ–હિંસા ન કરવી. (૨) અદત્તાદાન વિરમણ–ચોરી ન કરવી. (૩) મૃષાવાદ વિરમણ—અસત્ય ન બેસવું. (૪) મઘનિષેધ–મદ્યપાન કરવું નહિ. (૫) બ્રહ્મચર્યનું પાલન કરવું. (૬) રાતના ભોજન ન લેવું. (૭) શરીરે સુગંધી પદાર્થો ન લગાડવા. (૮) જમીન ઉપર સાદડી પાથરી શયન કરવું. (૯) સંગીત અને નૃત્યને ત્યાગ કરવો. (૧૦) દ્રવ્યને પરિગ્રહ ન કરવો.
() દશ શિક્ષા–બૌદ્ધધર્મના દરેક અનુયાયી માટે આ વ્રતો નક્કી કરવામાં આવેલ છેઃ
(1) પ્રાણાતિપાત વિરમણ–હિંસા ન કરવી. . (૨) અદત્તાદાન વિરમણ–ચોરી કરવી નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org