________________
ભારતીય ધર્મ
• (૧) સંસ્થષ્ટિ – સમ્યગ્દષ્ટિને ત્રણ અર્થ છે?
(૩) ચાર આર્યસમાં શ્રદ્ધા. (વ) સારા અને ખરાબ કર્મો અને તેનાં કારણેને ચકાસવાં . (કાયકર્મ, વાચિકકર્મ, માનસકર્મો.)
(9) ચાર આર્યસાને સાક્ષાત્કાર. (૨) સમ્યક સંક૯પ-સમ્યફ સંકલ્પને અર્થ નિશ્ચય થાય છે. શ્રદ્ધા પ્રમાણે સારે નિશ્ચય કરો. સમ્પર્ક સંક૯૫ શ્રદ્ધા અને ચારિત્ર્યને જોડનાર મજબૂત કડી છે. સમ્યક સંકલ્પમાં તૃષ્ણ અને હિંસા ન હોવી જોઈએ.
(૩) સમ્યક વાણી-સર્વપ્રાણીને હિતકર હોય તેવી વાણી બેલવી. હંમેશાં સત્ય બોલવું, કઠેર વચન ને કાઢવાં. કેઈની નિંદા ન કરવી.
(૪) સમ્યક કમ–આપણે સર્વ કર્મો તૃષ્ણરહિત અને અહિંસાપ્રધાન હેવાં જોઈએ. બીજાને દુઃખકારક બને તેવાં આપણું કાયિક, વાચિક કે માનસિક કર્યો ન હોવા જોઈએ. સમ્યફ કર્મોમાં દસ શીલને સમાવેશ થાય છે.
' (૫) સંય આજીવ-જીવને અર્થ થાય છે આજીવિકા. આજીવિકામાં મુખ્યત્વે અન્ન-વસ્ત્રને સમાવેશ થાય છે. માનવીએ પિતાની જીવન-જરૂરિયાતની ચીજો શુદ્ધ અને પ્રામાણિક માર્ગે મેળવવી જોઈએ. અનીતિના માર્ગે આજીવિકા મેળવવી ન જોઈએ. દારૂ વેચવાને, કસાઈને, વેશ્યાને વગેરે ધંધા અનીતિના ધંધા છે.
(૬) સમ્યફ વ્યાયામ-વ્યાયામ એટલે પ્રયત્ન. માનવીએ પિતાના મનમાં તૃષ્ણને વિકાસ થાય એવા ભાવ ન ઉદ્ભવે તેવા પ્રયત્ન કરવા જોઈએ. ખરાબ વિચારે અને વિકારેને મનમાંથી હાંકી કાઢી સદાય ચિત્ત શુદ્ધ રહે તેવા પ્રયત્ન કરવી જોઈએ.
() સમ્ય સ્મૃતિ-સ્મૃતિ એટલે સાવધાની-ચિત્તને જાગ્રત રાખવું. સમ્યક સંકલ્પને અનુરૂપ સ્મૃતિ સમ્યફ સ્મૃતિ છે. જે માનવીએ અહિંસાંપ્રધાન અને તૃષ્ણરહિત કર્મો કરવાનો સંકલ્પ કર્યો હોય તેણે પિતાના મનમાં જાણેઅજાણે પણ ખરાબ વિચારે કે વિકારે પ્રવેશી ન જાય તે માટે સદાય સજાગ રહેવું જાઈએ.
(૮) સમ્યક સમાધિ–સમાધિ એટલે ચિત્તની એકાગ્રતા. સારાં કર્મોમાં--સારી પ્રવૃત્તિઓમાં મનને એકાગ્ર કરવું તેને સમાધિ કહે છે. સમાધિને પરિણામે પ્રજ્ઞાને ઉદય થાય છે. આર્ય સત્યોને સાક્ષાત્કાર થાય છે અને ભવને અંત આવે છે. અર્થાત્ પુનર્જન્મ અટકી જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org