________________
ભારતથી ધર્મો
તે માટે શુદ્ધોદને એક સુંદર સરોવર બંધાવ્યું. ત્રણ ઋતુઓમાં રહેવા માટે ત્રણ જુદા જુદા મહેલ બંધાવ્યા. જેમાસામાં તે મહેલ બહાર પણ જતા નહિ. નૃત્ય અને સંગીતમાં તેમને સમય પસાર થતા. જીવનને આનંદ ટકી રહે તે માટે મેટે સ્વયંવર રચી યશોધરા નામની સુંદર કન્યા સાથે ગૌતમનું લગ્ન કરવામાં આવ્યું. યશોધરાથી ગૌતમને એક પુત્ર થયો. તેનું નાન રાહુલ પાડવામાં આવ્યું.
આમ છતાં ક્યારેક ગૌતમને સંસારના દુઃખે વ્યાકુળ કરી મૂકતાં. માણસ જાતને વેઠવાં પડતાં ઘડપણ, રોગ અને મૃત્યુનાં વિચારો ગૌતમને સતત આવ્યા કરતા. આ દુઃખમાંથી માનવજાતને મુક્ત કરવા તેમનું મન તલસતું હતું. એક દિવસ ગૌતમ નગરયાત્રા કરવા નીકળ્યા ત્યારે કહેવાય છે કે તેમને એક ઘરડા માણસ, રેગી માણસ, શબને લઈ જતા ડાઘુઓ અને સંન્યાસીનાં દર્શન થયાં. આ જોઈ ગૌતમ ખૂબ ઉદાસ થયા. તેમને સમજાયું કે સંસાર એ દુઃખને દરિયે છે. આ દુઃખના દરિયામાંથી મુક્ત થવાને કઈ માર્ગ ખરે ? ગોતમ ચિંતનમાં ડૂબી ગયા. અકળાવા લાગ્યા. અંતે દુઃખ મુક્તિના ઉપાયની શોધ માટે ગૃહત્યાગ કરી સંન્યસ્ત ધારણ કરવાનો નિશ્ચય કર્યો. ઘણું વિચારને અંતે પોતે એક રાત્રીએ પોતાની રૂપવતી પત્ની યશોધરા ને રાહુલને ત્યાગ કરી ઘર બહાર નીકળી ગયા. બૌદ્ધ ગ્રંથમાં ગૌતમના ગૃહત્યાગને પ્રસંગ સુંદર રીતે આલેખાય છે. તેને મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખાવ્યું છે. ગૌતમના આ પ્રસંગે અનેક ચિત્રકાર અને કવિઓને આકર્ષી છે.
ગૃહત્યાગ કર્યા પછી સત્યની શોધમાં ગૌતમ અનેક સ્થળોએ ફર્યા. સંન્યસ્ત ધારણ કર્યું. એગમાર્ગને ઊંડો અભ્યાસ કર્યો. આમ છતાં ગૌતમના ચિત્તને શાંતિ મળી નહિ. તેઓ ઉરુલા પાસે આવ્યા. નિરંજના નદી પાસેનું આ સ્થળ અત્યંત રમણીય હતું. તેમણે અહીં તપ કરવાનો નિર્ણય કરી લીધું. ગૌતમે પિતાના જમાનાની પરંપરા પ્રમાણે અકરું તપ કર્યું. આ તપનું વર્ણન પ્રવજ્યા સૂરમાં આબેહૂબ આપેલું છે. તેઓ ભેજનમાં કેવળ મગને કે ગળથીને ઉકાળી લેતા. પરિણામે તેમનું શરીર ખૂબ નિર્બળ બની ગયું હતું. આંખે ઉનાળાના કૂવા જેવી ઊંડી થઈ ગઈ. માથું તડકામાં સૂકવેલા કેળાં જેવું લાગતું હતું. તેમની પાંસળીઓ જૂના ઘરની વળી જેવી લાગતી હતી. તેઓ જ્યારે પેટ ઉપર હાથ ફેરવતા હોય ત્યારે પીઠનાં હાડકાં હાથ આવતાં. આવું ઉગ્ર તપ કરવા છતાં પણ તેમના ચિત્તને શાંતિ મળતી ન હતી. ક્યારેક તે તેમને પિતાનું મૃત્યુ સમીપ દેખાતું. બધિજ્ઞાન પ્રાપ્ત થવાનું હતું તે પહેલાં તેમને “માર” સાથે સંગ્રામ ખેલ પડશે. માર તૃષ્ણ અને દુષ્ટ વૃત્તિઓનું પ્રતીક છે. ગૌતમ સતત જાગ્રત રહ્યા. રખેને દુષ્ટ વૃત્તિઓ ચિત્તમાં પ્રવેશી ન જાય. અંતે “મારને પરાજય થ અને ગૌતમને વિજય થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org