________________
૧૨
ૌદ્ધધર્મ આવતાં કે ધર્મની બાબતમાં સ્વતંત્ર રીતે વિચાર કરતા થયા. પરિણામે આ સમય ભારતમાં આધ્યાત્મિક અને બૌદ્ધિક ક્રાંતિને કાળ બની ગયા. વિશાળ માનવ સમુદાય વેદ, યો અને બ્રાહ્મણોથી વિમુખ બનવા લાગ્યા.
ઈ. સ. પૂ. છઠ્ઠી સદીમાં રાજકીય ક્ષેત્રે ગણરાજ્યની પકડ પ્રા. ઉપરથી ઢીલી પડતાં એકચક્રી શાસનને યુગ શરૂ થશે. સામાજિક ક્ષેત્રે જાતિભેદને. લીધે ઉદ્ભવેલી વિષમતા દૂર કરે તેવા અને ધાર્મિક ક્ષેત્રે ય અને કર્મકાંડને બદલે આધ્યાત્મિક ભૂખને સંતોષે તેવા મહાનુભાવોને પ્રજા ઝંખવા લાગી. આ સમયે માનવીને દુઃખમાંથી મુક્તિનો માર્ગ બતાવનારની જરૂર હતી. આવા સમયે ભગવાન મહાવીરે અને બુદ્ધ અહિંસાપ્રધાન ધર્મ પ્રવર્તાવ્યું. ધાર્મિક ક્ષેત્રે નવી. ક્રાંતિ આણી. પ્રજામાં જીવદયાની ભાવના વિકસાવી. પ્રજામાંથી હિંસા, અસત્ય, વહેમ, અંધશ્રદ્ધા વગેરે દૂષણે દૂર કરી તેમણે જ્ઞાનને નવો પ્રકાશ ફેલાવ્યો.
આ સમય સમગ્ર વિશ્વ માટે ધાર્મિક ક્રાંતિને હતિ. ઈરાનમાં જરથોસ્તીધર્મમાં પરિવર્તન આવી રહ્યું હતું. ઈજિપ્તના સાધુસંતે યહૂદી ધર્મમાં સુધારા કરવા તત્પર બન્યા હતા. ચીનમાં કૅન્કયુશિયસ અને લાઓઝેએ પિતાની વિચારસરણી દ્વારા ચીનની પ્રજામાં ધમસુધારણની ચળવળ શરૂ કરી હતી. ગ્રીસમાં તત્વજ્ઞાનની અનેક શાખાઓ ઉભવી હતી. ભારતમાં પણ આ સમયે ધાર્મિક ક્રાંતિની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. બુદ્ધચરિત
હાલના બિહાર પ્રદેશની ઉત્તર-પશ્ચિમે આવેલ હિમાલયની તળેટીમાંના નેપાળ પ્રદેશની કપિલવસ્તુ નામની નગરીમાં ગણુમુખ્ય શાક્ય રાજવી શુદ્ધોદન નામના રાજાને ત્યાં ઈ. સ. પૂ. ૫૬૩માં તેમની પત્ની માયાદેવીએ લુમ્બીના ઉદ્યાનમાં એક બાળકને જન્મ આપ્યો. આ બાળકનું અસિતઋષિએ ભવિષ્ય ભાખ્યું કે આ બાળક જગતને, મહાન ઉદ્ધારક બનશે. તેનું નામ ગૌતમ પાડવામાં આવ્યું. ગૌતમના જન્મ પછી સાતમા દિવસે માયાદેવીનું અવસાન થતાં અપરમાતા મહાપ્રજાપતિ ગૌતમીએ તેમની દેખભાળ કરી.
પિતાના જમાનાની પરંપરા પ્રમાણે શુદ્ધોદને બાળકનું ભવિષ્ય જેવડાવ્યું તે તેમાં પણ જાણવા મળ્યું કે આ બાળક ચક્રવતી રાજા થશે અથવા તે મનુષ્ય જાતિને મહાન ઉદ્ધારક થશે. આ કારણથી પિતાએ ગૌતમની ખૂબ કાળજી લેવા માંડી. બાળપણમાં તેમને સારા સંસ્કાર અને કેળવણી આપવા પ્રબંધ કર્યો. રોગ, ઘડપણ કે દુઃખ તેમની નજરે ન પડે અને યવનકાળ અમનચમનમાં પસાર થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org