________________
૧૨૧ સાચવવા માટે વિશિષ્ટ પ્રકારની શાહી તૈયાર કરવામાં આવતી. જેનેએ ઘણું ઉત્તમ પ્રકારની શાહીના નમૂના તૈયાર કર્યા હતા.
તાડપત્રોની લંબાઈ વધારે અને પહેલાઈ ઓછી હેવાને લીધે ધર્મગ્રંથમાં વિશિષ્ટ રીતે ચિત્રો દોરવાની પદ્ધતિ શરૂ થઈ. ભારતીય ચિત્રકળામાં આ શૈલી લઘુચિત્ર શૈલીના નામે પ્રખ્યાત છે. ચિત્ર નાનું હોય પણ તેમાં વિષય અને ભાવ ઉત્તમ રીતે દર્શાવવાની કળા જેનેએ સિદ્ધ કરી છે.
જૈન તીર્થોની ખાસ વિશેષતા એ છે કે તે મોટા ભાગે પર્વત ઉપર આવેલાં છે. ભારતમાં અનેક જૈન તીર્થો નાની મોટી ટેકરીઓ અને પહાડ ઉપર આવેલાં હેવાથી યાત્રીઓ પહાડોની કઠિનાઈઓ અને સુંદરતાને અનુભવી શકે છે. એકાંત અને કુદરતી સૌંદર્યના સાનિધ્યમાં માનવી આરામ અને શાંતિ પામી શકે છે. તેના દ્વારા તે ચિંતનના માર્ગે વળે છે. - તીર્થસ્થાના વિકાસની સાથે સાથે ભારતીય શિલ્પ અને સ્થાપત્યકળાને સુંદર વિકાસ થયો. આબુ, શત્રુંજય, ગિરનાર, પાવાપુરી વગેરે અનેક સ્થળોએ સુંદર મંદિરનું સર્જન કરી જેનોએ ભારતીય શિલ્પ અને સ્થાપત્યની કળાને તેના શાસ્ત્રીય સ્વરૂપે સાચવી રાખી છે, એટલું જ નહિ પણ તેને આંતરરાષ્ટ્રીય
ખ્યાતિ અપાવી છે. દા. ત. આબુનાં જૈન મંદિરે. આજે પણ દરેક જૈન યાત્રા ધામમાં નાની મોટી જૈન પ્રતિમાઓનું સર્જન અને મંદિરનો જીર્ણોધ્ધાર કામ ચાલતું જ હોય છે. ટૂંકમાં ભારતીય સ્થાપત્યકળાને વિકાસ મહદ અંશે જેનેને આભારી છે.
તીર્થસ્થાના વિકાસ સાથે સાથે જૈન સમાજે યાત્રાર્થે સંઘ કાઢવાની પ્રવૃત્તિ વિકસાવી. અનેક ધનિકે પિતાના તેમ જ કુટુંબના શ્રેયાર્થે સંઘ કાઢતા. આને લાભ અનેક જૈને લેતા. સમૂહમાં યાત્રા કરવાના લાભની સાથે પુણ્ય મેળવવાની વૃત્તિ તેમનામાં જાગતી. ધ જને તીર્થસ્થાનમાં આવી વિવિધ તીર્થકરની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવતા-પધરાવતા. આના પરિણામે મૂર્તિ કળાને યુગે યુગે વિકાસ થયે. પ્રાચીનકાલથી ચાલી આવતી આ પ્રવૃત્તિ આજે પણ તેના યથા સ્વરૂપે ટકી રહી છે. આના પરિણામે અન્ય ધર્મોમાં પણ આવી સમૂધ્યાત્રા યોજવાની પ્રવૃત્તિ વિકસી. પરિણામે ભારતીય સમાજમાં સમૂહજીવનની ભાવના વિકસી.
તીર્થસ્થાનેમાં અનેક યાત્રીઓ આવતા હોવાથી અઢળક દ્રવ્ય આવતું. આ દ્રવ્યની વ્યવસ્થા કરવી મુશ્કેલ હોવાથી આવા દ્રવ્યને દેવદ્રવ્ય તરીકે ઓળખાવી તેને સદુપયોગ થાય તેવા ઇલાજે જૈન સમાજ તરફથી થવા લાગ્યા. તેના પરિણામે અનેક લેકકલ્યાણનાં કાર્યો થયાં. તીર્થસ્થાનમાં યાત્રીઓને ચગ્ય ખર્ચે જમવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org