________________
ભારતીય ધર્મો જૈન મંદિર, કુંભારિયાનાં જૈન મંદિરે વગેરે સ્થાપત્યના ઉત્તમ નમૂના છે. આબુનાં જૈન મંદિરે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે.
વાઘેલા રાજવીઓએ પણ જૈન મંદિરના નિભાવ અર્થ વ્યવસ્થા કરી હતી, એમ આ સમયના ઉપલબ્ધ અભિલેખો પરથી જાણવા મળે છે. દક્ષિણ ભારતમાં જૈનધર્મ
મૌર્યકાળ દરમ્યાન દક્ષિણ ભારતમાં જૈનધર્મને પ્રસાર થયો. ચંદ્રગુપ્ત મૌર્યું જૈનધર્મ અંગીકાર કરી દક્ષિણ ભારતમાં વસવાટ કર્યો હતો એમ જાણવા મળે છે. જૈન આચાર્ય ભદ્રબાહુએ શ્રવણબેલગેલની ગુફામાં દેહત્યાગ કર્યો હતો. જૈન આચાર્ય સમતભદ્ર મહારાષ્ટ્ર અને દક્ષિણના પ્રદેશમાં જૈનધર્મને પ્રચાર કર્યો હતા. ગંગ અને રાષ્ટ્રકૂટ વંશના રાજવીઓએ જૈનધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો એમ તેમના સમયના ઉપલબ્ધ અભિલેખે પરથી જાણવા મળે છે. ગંગ રાજવીઓની સત્તા ઈ. સ.ના બીજાથી અગિયારમા સૈકા સુધી મૈસૂર અને તેની આસપાસના પ્રદેશ ઉપર સ્થપાયેલી હતી. દક્ષિણના ચૌલુકોએ પણ જૈનધર્મને સારે આશ્રય આપ્યું હતું. તેમણે અનેક જૈન દેવાલય બંધાવ્યાં તથા અનેક દેવાલયોને જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. દક્ષિણના તામિલ પ્રદેશમાં પણ જૈનધર્મને પ્રચાર થયે હતે. તામિલ સાહિત્ય રચનારાઓ મોટે ભાગે જૈન હતા. પાંડવ વંશના રાજવીઓએ જૈનધર્મને રાજ્યાશ્રય આપેલ. મદુરા દક્ષિણ ભારતનું નોંધપાત્ર જૈન કેન્દ્ર બન્યું હતું. પલ્લવ રાજવીઓની રાજધાની કાંચીમાં જૈનધર્મનું કેન્દ્ર હતું.
આમ અગિયારમા–બારમા સૈકા સુધી સમગ્ર ભારતમાં જનધર્મ વ્યાપક પ્રમાણમાં વિસ્તર્યો હતે. અનેક સ્થળોએ શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયનાં મંદિર, પ્રતિમાઓ અને સાહિત્યનું સર્જન થયું હતું.
બારમી-તેરમી સદીમાં ભારતમાં મુસ્લિમ સત્તાની સ્થાપના થતાં અનેક હિન્દુ અને જૈન મંદિરને નાશ થયો. મંદિરની જગ્યાએ મસ્જિદે બની. આવા વખતે પણ બુદ્ધિશાળી જૈન સમાજે પિતાના વેપાર સાથે જૈન મંદિર અને જેના સાહિત્ય સાચવવા પુષ્કળ પ્રયત્ન કર્યો. સલતનતકાલ દરમ્યાન જૈન મંદિર, બંધાવવા તથા તેના જીર્ણોદ્ધાર માટે સખ્ત અંકુશો મૂકવામાં આવ્યા. આના પરિણામે જૈનધર્મમાં મંદિર સ્થાપત્યને વિકાસ અટકી ગયે. આમ છતાં ગુજરાતમાં આ સમયે ખંભાત, પાટણ, શત્રુજ્ય વગેરે સ્થળેએ જૈન મંદિર બંધાયાં હતાં. સમરાશાહ તથા કશાહે કેટલાંક જૈન મંદિરો સમરાવ્યાં હતાં. જૂનાગઢના રા. માંડલિકે અમારી શેષણું કરાવી હતી. ભાવિક શ્રાવકે ગ્રંથેના સર્જનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org