________________
જૈનધ
૧૧૫
હના સમયમાં તેની ધર્મ સહિષ્ણુતાને લીધે જૈનધમ સારા પ્રમાણમાં વિસ્તર્યો, આગ્રા, અયેાધ્યા, કાશ્મીર, પંજાબ, રજપૂતાના વગેરે પ્રદેશમાંથી આ સમયમાં રચાયેલા જૈનધમ ના ગ્રંથા તેમ જ પ્રતિમાએ મળી આવેલ છે. આમ ધીરેધીરે ઈ. સ.ની દસમી સદી સુધીમાં જૈનધર્મ ભારતમાં એક અગ્રગણ્ય ધર્માં તરીકે સ્થાન પામી ચૂકયો હતા.
ગુજરાતમાં જૈનધ
બાવીસમા તીર્થં કર નેમિનાથ યાદવ કુલના રાજકુમાર હતા. તેમનું કાર્ય ક્ષેત્ર દ્વારકા, ગિરનાર અને તેની આસપાસના પ્રદેશ હતું. ગુજરાતમાં નેમિનાથના સમયથી જૈનધર્મના પ્રસાર વેગથી થયા હેાય તેમ લાગે છે.
ક્ષત્રપકાલમાં ગુજરાતમાં જૈનધર્મી પ્રચલિત હતા એમ સૌરાષ્ટ્રમાંથી મળેલા ક્ષત્રપકાલીન જૈન વિદ્વારે। પરથી જાણી શકાય છે. આ સમયે ગિરનાર, ઢાંક, ભરૂકચ્છ (ભરૂચ) વગેરે જૈનધર્માંનાં કેન્દ્રો હતાં. ઈ. સ.ના ચેથા સૈકાના આર્ભમાં જૈન આગમ ગ્રંથાની એક વાચના મથુરાંમાં અને ખીજી વાચના વલભીમાં થઈ હતી. જૂનાગઢમાં બાવા વ્યારાની ગુફામાંથી જૈનસ પ્રદાયને લગતા અવશેષો મળ્યા છે. ઢાંકની ગુફાઓમાં જૈન તીર્થંકરાની પ્રતિમાએ કંડારેલી જોવા મળે છે.
મૈત્રકકાલમાં જૈનધર્મ ધીરેધીરે ગુજરાતમાં વિસ્તર્યો. આ સમયે વલભી બૌદ્ધ"ધની સાથે જૈનધર્મોનું પણ મુખ્ય કેન્દ્ર બન્યું હતું . મૈત્રક રાજવી ધ્રુવસેન ૧લાએ પેાતાના પુત્રના વિષાદ દૂર કરવા આનંદપુર (હાલનું વડનગર)માં કલ્પસૂત્રના પાઠ કરાબ્યા હતા. જિનસેનસૂરિએ હરિવંશ પુરાણુ નામના જૈન પુરાણુની રચના વઢવાણમાં કરી હતી. આમ મૈત્રકકાલ દરમ્યાન જૈનધર્મ ગુજરાતમાં સમૃદ્ધ થતા જતા હતા.
ચાવડા અને સાલકીકાલ દરમ્યાન જૈનધર્મ ને ગુજરાતમાં સારા પ્રમાણમાં રાજ્યાશ્રય મળ્યા. ચાવડાકાલ દરમ્યાન વનરાજ ચાવડાએ તથા સાલ કીકાલ દરમ્યાન ચૌલુકય રાજવી કુમારપાળ, મહામાત્ય વસ્તુપાલ અને તેજપાલ તથા જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યે જૈનધમ ને લેાકપ્રિય બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્ય હતા. મૂળરાજ સાલ કીથી માંડીને દરેક સાલકી રાજવીએ જૈન મંદિરાને દાન આપ્યાં છે. આ સમયે ગિરનાર, શત્રુજય, કુંભારિયા, આજી, પાટણ, ખંભાત, પ્રભાસપાટણું, ભરૂચ વગેરે સ્થળાએ ઘણાં જ ઉત્તમ જૈન મ ંદિશ બુધાયાં. ગિરનારના વસ્તુપાલ વિહાર, આજીનાં વિમલવસહિ અને લૂણુવસંહ નામનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org