________________
જૈનધમ
(૬) કરુણા—જીવ માત્ર પ્રત્યે કરુણાભાવ રાખવા જોઈએ. આપણા વન દ્વારા દુનિયાના પ્રત્યેક જીવને સુખ પ્રાપ્ત થાય તેમ કરવું જોઈએ. પ્રત્યેક માનવીએ એવી ભાવના સેવવી જોઈએ.
(ૐ) માધ્યસ્થ—આ ભાવના ખાસ કરીને સાધુ-સાધ્વીએ માટે છે. કાઈ પણ શિષ્ય કે શ્રાવક-શ્રાવિકાને ઉપદેશ ન સમાય ત્યારે વખતıવખત તેની ઉપેક્ષા કરવાને બદલે તેને શાંતિથી સમજાવવા પ્રયત્ન કરવા જોઈએ. દરેક માનવીની *ઉપદેશ ગ્રહણ કરવાની શક્તિ સરખી હોતી નથી તેના ખ્યાલ રાખવા જોઈએ.
આ ભાવના કેવળ જૈનધર્મ જ પ્રખાધી છે તેમ નથી. હિંદુધ માં અને બૌધમ માં પણ આ જ ભાવનાએ વર્ણવી તેનું મહત્ત્વ સમજાવ્યું છે. (૪) ત્રણ ગુપ્તિ
ગુપ્તિ એટલે ગેાપન કરવું, સાચવવુ. જૈનધર્મીમાં મન, વાણી અને કાયા એ ત્રણે ખાળતાને સાચવવા પર ભાર મૂકવામાં આવ્યા છે અને તેને લગતી ત્રણૢ ગુપ્તિ બતાવવામાં આવી છે. આ ત્રણ ગુપ્તિ નીચે પ્રમાણે છે :
(૪) મનાગુપ્તિ—મનને સાચવવું',
(A) વાગુપ્તિ—વાણીને સાચવવી.
(૬) કાયગુપ્તિ કાયાને સાચવવી,
ટ્રેકમાં મન, વાણી અને કાયા ઉપર અંકુશ રાખી એવાં કાર્યો કરવાં કે જેથી કાઈની લાગણી દુભાય નહિ, જીવહાની થાય નહિ.
(૫) સામાયિક અને પ્રતિક્રમણ
જૈનધમ મનેાનિગ્રહની વૃત્તિ ઉપર ભાર મૂકે છે. તેના આચારમાં પણ મનને કાબૂમાં રાખવાના ઉપાય બતાવવામાં આવ્યા છે. મનને કાબૂમાં રાખવા માટે એ પ્રકારની ક્રિયા આવશ્યક ગણવામાં આવેલ છે. જે જૈનધમ માં આવશ્યક તરીકે ઓળખાય છે. આ બે ક્રિયાઓમાં તીથ કર ભગવાનની સ્તુતી અને વદતા ઉપરાંત પાપ કબૂલાતના નિયમા પણ જોવા મળે છે.
સામાયિક એટલે મનની સમતા કેળવવાના વિધિ. આપણે જાણીએ છીએ કે આ સંસાર અનેક પ્રકારના રાગદ્વેષ અને કલેશથી ભરેલા છે. મેાહ અને મમત્વને કારણે મનુષ્યા કારેક પેાતાના મનની સમતા ગુમાવી બેસે છે. આ કારણથી સામાયિકત્રત આવશ્યક ગણવામાં આવ્યું છે. આ વ્રતમાં પાતાની શક્તિ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org