________________
ભારતીય ધર્મો અમુક ઘડી સુધી ચિત્તને સ્થિર રાખી ધર્મધ્યાન કરવાનું હોય છે.
પ્રતિક્રમણ એટલે પાપ કબૂલી પુણ્ય તરફ પાછા ફરવાને વિધિ. જૈન પરંપરામાં દિવસનું અને રાત્રીનું એમ બે પ્રકારનું પ્રતિક્રમણ કરવાનું હોય છે. રાત્રી દરમ્યાન. કરેલાં પાપેને સ્વીકાર સવારનું પ્રતિક્રમણમાં કરવાનું હોય છે. પાપ કબૂલી ફરીથી તેનું પુનરાવર્તન ન થાય એ જોવાની પણ દરેક જીવની ફરજ ગણાય છે. ટૂંકમાં. અસ્થિર મનને સ્થિર રાખી શુભ કર્મો તરફ વાળવાની આ એક આવશ્યક વિધિ છે.
ઉપર જણાવેલા સર્વ આચારે માનવીને સાદું અને સંયમી જીવન જીવવાની પ્રેરણું આપે છે. આ કેવળ જેને માટે જ છે તેવું નથી વિશ્વને કઈ પણ માનવી સદાચારી બનવા માટે આ સવ આચારાનું પાલન કરી શકે છે. માનવીના આચાર જેટલા શુદ્ધ તેટલી તેની ધમભાવના શુદ્ધ. દરેક ધર્મને પાયે સદાચાર છે. માનવી સદાચાર દ્વારા કૌટુંબિક અને માનસિક શાંતિ મેળવી શકે છે. જનધર્મના પાયાના સિદ્ધાંતમાં સદાચાર અને અહિંસા રહેલાં છે. માનવી અહિંસાને ત્યારે જ શુદ્ધ મનથી અપનાવી શકે કે જ્યારે તે તન, મન અને વાણીથી સદાચારી હોય. જૈનધર્મનાં ત્રણ રત્ન
જૈનધર્મમાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. આ ત્રણ બાબતો રત્નત્રય તરીકે ઓળખાય છે. સંસાર વિશેનું સાચું જ્ઞાન તે સમ્યગ્દર્શન કહેવાય છે, તીર્થકરેના ઉપદેશમાં અને ધર્મશાસ્ત્રોના વચનમાં વિશ્વાસ રાખવાથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. ઘણું જીવોને મેહનીય કર્મોના કારણે જલદીથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થતું નથી. પરંતુ જેમ જેમ માનવીને સંસારની વિકટતા તથા માયા સમજાય છે તેમ તેમ તે ધર્મશાસ્ત્રો તરફ વળે છે. જેમ જેમ તેને સંસાર તરફને મોહ છૂટે છે તેમ તેમ તેને સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. જેમ દૂધમાં ભેળવેલા પાણીને ઉકાળવાથી પાણી બળી જાય છે અને દૂધ રહે છે તેમ સદાચાર દ્વારા મોહનીય કર્મો બળી જાય છે. તે દૂર થતાં સમ... દર્શન પ્રાપ્ત થાય છે.
સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી આપ મેળે જ જીવને સમ્યફ ચારિત્ર્ય પ્રાપ્ત થાય છે. આ સ્થિતિએ પહોંચેલા જીવને મેહ, માયા, વેરઝેર, લેભ, ઈર્ષ્યા વગેરે સંસારના વિકારે સ્પર્શી શકતા નથી. તેની ભાવના શુદ્ધ થઈ ગઈ હોવાથી તેનું ચારિત્ર્ય નિર્મળ બની જાય છે.
સમ્યગ્દર્શન અને સમ્યફ ચારિત્ર્યથી સમ્યફાન પ્રાપ્ત થાય છે. ધર્મપાલનને મુખ્ય હેતુ જ્ઞાનપ્રાપ્તિ છે. જૈન પરંપરામાં જ્ઞાનના પાંચ પ્રકાર બતાવ્યા છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org