________________
શ્રીકૃષ્ણ મહારાજાએ પણ ર૨ માં શ્રી નેમિનાથ પ્રભુને તથા તેઓશ્રીના ૧૮ હજાર સાધુને ભાવથી વંદન કરવા દ્વારા ક્ષાયિક સમ્યફ વ તથા શ્રી તીર્થંકર નામકર્મનું પુણ્ય ઉપાર્જન કર્યું. અને ચાર નરકનાં કર્મો ક્ષય કર્યા હતા.
વિધિપૂર્વક ગુરુવંદનથી છ પ્રકારના ગુણો પ્રાપ્ત થાય છે. વળી પૂર્વભવના સંચિત અનંત કર્મો જે ગાઢ મજબુત બંધાયા હોય તે શિથિલ થાય છે. દીર્ઘકાળની સ્થિતિ બંધાય હોય તે અલ્પકાળની થાય છે. તીવ્ર રસ બંધાયેલ હોય તે મંદ રસ થાય છે. ઘણા કર્મને પ્રદેશને સમુહ હોય તે અલ્પ પ્રદેશવાળો થઈ જાય છે. વળી નીચ ગોત્ર કર્મ ખપે છે, અને ઉચ્ચગોત્ર બંધાય છે. અંતે જીવ મુકિત પદ પામે છે.
ગુરુની આજ્ઞા ન માનનાર, આજ્ઞાથી વિપરીત કરનાર, કઠોર ભાષણ કરનાર શિવ ઉત્કૃષ્ટ આશાતના કરનાર ગણાય છે. એવી આશાતના કરનાર કુલવાલક મુનિની જેમ દુર્ગતિમાં જઈ અનંત સંસાર ભમે છે.
ગુરુતત્વની ઉપાસનાથી પારસમણિની જેમ આત્માને સુવર્ણ જે બનાવ હોય તે શ્રી તીર્થંકર પરમાત્માએ પચ્ચખાણ-પ્રતિજ્ઞા-નિયમ ત્યાગ એ મોક્ષનું પરમ અંગ ફરમાવ્યું છે. દ્રવ્ય પચ્ચખાણ કરતા કરતા ભાવ પચ્ચક્ખાણના પરિણામ જાગે છે. ભાવ પચ્ચકખાણ વિના મુક્તિ નથી, આવી શ્રદ્ધા ન હોય તો મિથ્યાત્વ મેહનીય કર્મને ઉદય ગણુય છે.
કેટલાક જી ગુરગમના અભાવે પચ્ચક્ખાણ ન લેતાં મનની ધારણ માત્રથી જ સંતોષ માને છે. મનની ધારણમાં આગાર ન હોવાથી માનવને સહજ સ્વભાવના કારણે ભૂલ થતાં ધારણુને ભંગ થાય છે. વળી મનની ધારણામાં પાપ નહિ આચરે તે પણ અવિરતિનું પાપ તો લાગે જ છે. વળી કોઈવાર મનને થાય કે, મારે નિયમ કયાં છે ! એટલે સંજોગને વશ થતાં ધારણું ઢીલી પડે છે જ્યારે પચ્ચક્ખાણવાળાને એક જાતનો અંકુશ–બંધન રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org