SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શન ઉપર લેકમાં બતાવ્યા પ્રમાણે જગતની વિચિત્રતાનું કારણ પૂર્વકૃત કમ કહે છે. અને તે કર્મ સંબંધી થીઅરી ચોક્કસ વિભાગવાર બતાવી છે. જેમ ઘાસ ગાયના પેટમાં જઈ દૂધ રૂપે બને છે, અને તેમાં મિઠાશ વગેરે ઉત્પન્ન થાય છે, તથા પાણી અને લેટ પલાળ્યા પછી તેના આથામાં ઈડલી– કળા બનાવતા ખટાશ ઉત્પન્ન થાય છે. તેમ રાગ-દ્વેષના અધ્યવસાયથી આત્મા સાથે કામણ વર્ગનું ચોંટી દૂધપાણી તથા લેઢા–અગ્નિની જેમ એકમેક થઈ કર્મ બને છે. અને તે કર્મમાં જુદા જુદા આઠ પ્રકારના સ્વભાવ ઉત્પન્ન થઈ સુખ દુ:ખ આપે છે. આ કર્મને બંધ છૂટે નહિ ત્યાં સુધી ન ગમે તેવી ગતિ અને ગોનિમાં જન્મવાનું, ન ગમે તે રીતે જીવવાનું. સુખની ઈચ્છા હેવા છતાં દુઃખમાં રીબાવાનું, મરવાની ઈચ્છા ન હોવા છતાં મરી જવાનું, અને મર્યા પછી પણ ન ગમે તેવા શરીર ધારણ કરવાના. આ કર્મો ઉદયમાં આવતા વિમાનની દુર્ઘટના, ભૂકંપ, નદીના પૂર, ટ્રેનના અકસ્માત, ગેસની દુર્ધટના આ બધી ઘટનાઓમાં બાહ્ય દૃષ્ટિએ ભલે જુદા જુદા કારણે દેખાય પરંતુ આંતરિક કારણ આમા ઉપર લાગેલ પૂર્વકૃત કર્મનીજ અદશ્ય શક્તિ કામ કરી રહી છે. આ આત્મા કમંપુગલથી કેમ બંધાય છે ? એ કર્મ બંધના મુખ્ય હેતુ કયા? સ્કૂલ હેતુ કયા ? એ કર્મને ઉદય કેટલા કાળ પછી થાય? ક્યાં સુધી એ કર્મ આત્મા ઉપર ચોંટી રહે ? એ કર્મના ભોગવટા વખતે એ કર્મમાં કેવી શક્તિ ઉત્પન્ન થાય? એ કર્મ મે ઉદયમાં આવવાનું હોય, તે કર્મ ઉદીરણા દ્વારા વહેલું ભોગવી શકાય ? કર્મ બંધની ક્રિયા જુદી જુદી વ્યક્તિમાં એક સરખી દેખાતી હોય છતાં પરિણામ-ભાવના દ્વારા રસમાં– ભેગવટામાં કે ફરક પડે ! આ બધા કર્મના નાશનો ઉપાય છે ? આ બધી જ બાબતનું તત્ત્વજ્ઞાન જૈન દર્શનમાં આપ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy