________________
મોટા મંદિર મોદક ભરીયા, ખાજાના ખડક ચઢીયા, કૂર સાઈ પહિતિનીપાઈ, મોટા પાપડ વડીયા રે હ...(૪૮) રૂપા કેરી આંડણી રે, સોવન થાલ સુરંગા, વિતપાતી આલા વાટલી રે, મેહત્યા ચાકર ચંગા રે હ... (૪૯) સોવન કરવિદીઆ ભોષણ, સાજન હરખિઈ ભરીયા, મંડપિ બઈઠા દાના દીઈ રે, ઇંદ્ર જિમ્યા અવતરીયા રે હ.. (૫૦) પોઢી પાંતિઈ ભૂપતિ ભોલા, ખારેક ખરમા દાંખો, વર વરસોલા વાટલા રે, ફલ હુલિવાની લાખો રે હ. (૫૧) માંડી મરકી મોદક ચૂર્યા, ખરહર ખાજા મોરયા, સોવન થાલ સોહામણા રે, સોઈ પકવાનિઈ પૂરયા રે હ... (૫૨) શાલિ દાલિ ધૃત શાલણા રે, વાટલ ભરીયા વાટો, કૂર તણાં કઈ કરબલા રે, ઘોલ તણાં ઘણ મોટા રે હ...(૫૩) કર ચોખાલી ચીરીઈ ભૂલ્યા, દીધા ફોફલ પાનો, બાવન ચંદન છાંટણા રે, ચાલીયા દેવ જાનો રે હ...(૫૪) મંડપિ મોટા ચંદુઆ રે, તલીયા તોરણ બાર, નેમિકુમર વર પરણસિઈ રે, રાજુલિ રાજકુમારી રે હ... (૫૫) ખાંતઈ ભરિ ખૂપ ખુણાલુ, નેમિ કુમરવર સોહઈ, ચડીઉ મયગલ મલપતુ રે, તેજિઈ ત્રિભુવન મોહઈ રે હ...(પદ) કાને કુંડલ ઝલહલઈ રે, પહિરયા સવિ શિણગારો, લૂણ ઉતારઈ બહિનડિ રે, ધન ધન નેમિકુમારો રે હ.. (૫૭) મંગલ બોલઈ જાઈણી રે, આપઈ વાંછિતદાન, છપ્પન કોડિ યાદવ મિલ્યા રે, બલવંત બલભદ્ર થાની કાન્હો રે હ... (૫૮) ગણ ગંધર્વગણ જોવા મિલીયા, ગઉ ગીત રસાલા, થાની અપછર નાચીઈ, વાજઈ ભુગલ તાલા રે હ. (૫૯) મસ્તક છત્ર સોહામણું રે, ચંગા ચમર ઢલવઈ, ઇંદ્ર ઉતારઈ આરતી રે, નેમજી તોરણ આવી રે હ...(૬૦) સાલક બોલક સામા પડીયા, તે સવિ પડીયા ખોટા, લોકે હસીયા ધૂણે ઘસીયા, નેમિ તણાં ગુણ મોટા રે હ... (૬૧)
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org