________________
૫. નેમિનાથ હમચી કવિ લાવણ્ય સમય કૃત હસ્તપ્રતને આધારે નેમિનાથ હમચી પ્રગટ કરવામાં આવી છે. હમચી – હમચડી - હાંચે એ સમાનાર્થી શબ્દો છે. હમચડી એક પ્રકારની દેશી છે. તેને ગરબાની દેશી કહેવામાં આવે છે. રાસ-ગરબા ફાગ-વિવાહલો-હોરી જેવાં ગીતોમાં વર્તુળાકાર ફરીને નૃત્ય સાથે ગાવાની એક પદ્ધતિ છે. કુલ ચોરાશી ગાથાની આ હમચી છે. જો કે અહીં ૮૩ અંક છે, પણ આંચલી સહિત ગણતાં ૮૪ થાય. નેમિનાથ હમચડીમાં નેમકુમાર અને રાજુલનાં જીવનના પ્રસંગોનું મિતાક્ષરી નિરૂપણ થયું છે. તેની રચના સં. ૧૫૬રમાં થઈ છે.
નેમિનાથ હમચી સરસ વચન દિલ સરસતી રે, ગાઈસિ નેમીકુમારો, સામલવત્ર સોહામણો રે, રાજીમતી ભરતારો રે...(૧) યાદવકેરા રાઉ રે હ. તોરા ગુણ હું ગાઉં રે હ. ત્રિભુવન કેરા રાઉ રે હ. હેલી મુખી નેમિજિ મલ્ડિ...(૨) મેરી બહિનડીરે રંગરેલી, સામલીયો સરસિ ગેલિરેહ. (આંચલી) નવ જોયણ જે નગરી પુહલી લાંબી જોયણ બાર સાયર તીરિઇં દ્વારિકા રે, સોરઠડી શિણગાર રે હ. રાજ કરઈ તિયા દેવ મુરારી, ખમલા દસઈ દસાર, સમુદ્ર વિજય ધરિ દૈવિ સિવારે, જન્મ્યા નેમીકુમાર રે હ..(૩) લહુય લગિઈ જે લક્ષણવંત, માયતાય મન મોહઈ કલા બહુત્તરિ પરિવરિઉ રે, જાણ શિરોમણિ સોહઈ રે હ... (૪) એકવાર અલવેસરુ રે, કુંઅર ચચલિ ચડિઓ, રમત રમતુ રાઉલિ પુહતુ, આયુધશાલા ચડી રે હ... (૫) રહુ અલગા નેમિ નરેસર એ, આયુધ કુણ સાહઈ, રખવાલું બહુ બોલઈ બરવિઇ, હરિ વિણ હાથ ન વાહઈ રે હ... (૬)
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org