________________
S
સર્વરતને ચઉહ રતન હોઈ, તસુ પરિ ઈમ અનુક્રમિ સયલ જોઈ, ચક્રવ (૧)ખઞ(૨) દંડ(૩)છત્ર (૪) એચારિ, આઉધસાલિઉપજઈસાર...(૪૨) મણિ(૧)કાગણિ(૨)ચરમ(૩)રતન એહ, લક્ષ્મી ધરી ત્રિણિ હુતિ તેહ, સેનાપતિ(૩)ગૃહપતિ(૨)સૂત્રધાર(૩)પુરોહિત(૪)નિજ નગરઈ સંભાર(૪૩) રાજવંશિશું નારિરત્ન જાણ, (૧) વૈતાઢય તલઈ હોઈ કરિ (૨) કેકાણ, (૩)મહાપદમિ નીપજઈ વસ્ત્ર જાતિ, રંગધાતુ તણીએ સઘલી ભાતિ..(૪૪) કાલ નિધિ કાવત્રણિ પંચ કર્મ, સઉ શલ્ય ઉપજઈ એહ મર્મ, મણિ મોતી હેમ રજત પ્રવાલ, લોહાગર હોઈ નિધિ મહાકાલ...(૪૫) માણવક નિધિદૈ દંડ યુદ્ધ નીતિ, આવરણ પ્રહરણ પાયક હવંતિ, નિધિ સંપઈ વાજીંત્ર કાવ્ય ચાર, વલી હોઈ સવિ નાટિક નાં પ્રકાર...(૪૬). આઠ ચક્રવહિ ઊંચો જોયણ આઠ, નવ જોયણ વિસ્તરઈ નહીં અમાઉ, લાંબ પણઈ જોયણ હોઈ બાર, મંજૂષ તણો છઈ તસુ આકાર...(૪૭) વૈર્ય રત્ન તણાં કવાડિ, કંચણમય ગંગાનઈ મુહાડિ, પૂર્યા બહુ રત્ન વિધિ વિચાર, સસિ સૂર ચક્રનાં તિહાં આકાર....(૪૮) પુર નામ સરિસ નિધિ તણો નામ, નવ તણાં તિહાં જઈ રહણ ઠામ, પલ્યોપમ તે સુર તણાં આય, વ્યંતર કર સાત પ્રમાણ કાય... (૪૯) આવ્યા ગજપૂરિ પાછાં વલી, તેહ ધરિ ધરિ ગુડી ઉછલી, સોભાગણિ કરે વધામણાં, પુન્ય જાણો પૂર્વભવ તણાં... (૫૦) વિદ્યાધર સુરનર સવિ મિલિ, ઘણું ઉચ્છવ ધવલહ મંગલઈ, કરે રાજ તણો અભિષેક એ, સંવચ્છર બાર વિવેક એ...(૫૧) નામ માત્રિ ઋદ્ધિ હવઈ કહું, શાસ્ત્ર નઈ અનુસાર જે લહું, તેહ ચઉદ રત્નનાં નામ એ, કહું તેહ તણું પરિણામ એ. (પર)
: ઢાલ - થંભણ પુરિસિરિ પાસ નિણંદો: સેનાપતિ ગંગા સિંધુ પાસિ, દેશ સયલ સાધી ઉલાસઈ ત્રાસઈ કોઈ ન ત્રાસ, ગૃહપતિ શાલિ પ્રમુખ કણ વાવી
શાક ફલાદિ સવિ નીપાવઈ, ભાવઈ તે તત્તકાલ...(૫૩) ૧. કવડ, ૨. ગુલાલ.
૫૮
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org