SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ તિથી ચાલઈ જનોઈ ઘાલે, પહિરિ ધોતિ વિશાલ, તિલક વધારી હાર્થિ જારી, દીસિ અતિહિ કૃપાલ... (ત્રુ0) સુરસાલ સંસ્કૃત વાણિ જંપિ દેખિ વાદીર્વાદ કપિ, લોકમાંહિ બ્રાહ્મણ કહાવિ, રત્નપુરિ એકદા આવિ, રાય શ્રીષેણ ન્યાયસુંદર, વલ્લભા અભિનંદિતા વર, શિખિનંદિતા લઘુપ્રિયા બીજી, ભોગવઈ સુખ ચિત્ત રીઝી, રીઝીય કપિલ તિહાં રહિએ...(૩૪) : ઢાલ - ૧૨ - શુભ દિવસ સુત જનમીઓ એ... : સત્યની નામિ અધ્યારુ ઘરિ ગયો, ભણતલા દેખિ વિદ્યારથીએ, તાસ સંદેહ અગોચર ટાલએ, સત્યકી જાણિઓ સારથીએ, છાત્ર ભણાવવા તાસુ ઘો અનુમતિ, દિવસ ઘણા થયા જેતલેએ, સત્યકી તણી અમરણી વર ઉલખી, પંડિતનઇ કહિ તેતલઇએ...(૩૫) સત્યભામા થઈ પરિણવા સારિખી, એહ વિદ્યારથી નઇ દીલએ, પૂછેએ પંડિત કહુ તુહે કિહાં વસો, તામ તિણિ ઉત્તર કલપીયોએ, અહે રહૂઅચલપૂરિ ધરણીજઢ અહપિતા, કપિલછઈએહવું મજ નામ, મિસુક્યા તુમહેભણ્યા અતિહિ પંડિત અછઉં, મઝવિદ્યા તણુંઅછઈ કામ..(૩૬) ઈમ સુણી સત્યની જાતિ કુલ રૂઅડું, હીયડલા માંહિ હરખીયો એ, કનક ધન ઘર ભર્યું તેમને સોંપીઉં, વિષયસુખ તેહમૂં ભોગવઈએ, એકદા કપિલ ગયો દેહરે નિસિ સમઈ, નાટિક નરખતો જોગવઈએ....(૩૭) તિણિ ખણિ જલધર ગાજતો qઠએ, વીજલી ઝબઝબઈ ચિહુ દિસઈએ, વલ્યો અસૂઅરો કપિલ નિજ ઘર ભણી, લૂગડાં એકત્ર કરીવિરાઈએ, આવિઓ ભીંજતો નગર ઘર બારણઈ, પરીઆં વસ્ત્ર ઘરમાં ગયો એ, સત્યભામા તવ કેતનઈ ઈમ કહિ, સ્વામી આ વસ્ત્ર બીજાં લિઓ એ... (૩૮) કપિલ કહિ હું વરસતઈ આવિઓ, પુણ મઝ વસ્ત્ર ભીનાં નહીએ, માહરો એ વડો અછઈ મહિમા ઘણો, નારિ વિચારધરઈ સહીએ, દેહ ભીનું અનિ લૂગડાં કોરડાં, આવિઉ નગન સંભાવિયે એ, ઈમ કુલવંતનઈ જુગતું નહી તિણિ, એહ કુલવંત નવિ જાણીએ...(૩૯) ૪૬ અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy