________________
તિણિ ચિત્ત ચંચલ અતિકર્યુ એ, ક્ષણ એક ન જાએ ધ્યાન ધર્યું રે, કદિ આવ્યું કર્મ ભોગનું એ, કરિઉં સિથલ મન તિણિ યોગનું એ. (૧૩) સાલે આદર મંડીઉએ, તિણિ ભાવ ચારિત્ત તણો ખંડીઉએ, માગીઅ કન્યા પૂર્વ જેહ, અવસિ પરણાવી મઝ તેહ. (૧૪) : ઢાલ ૫ - શાસન દૈવીય એ ઢાલ :
તિણિ નિમિત્તે કરી એહ પરિસં ભરી વચન તુમ્હ આગલ કહ્યું અસાર, ઈમ સુણી નરપતિ મંત્રિ ચતુરમતી ચિંતવે ઉગરવા પ્રકાર. એક ભણે રાયનઈ મોકલો વાહણિ, સમુદ્ર ન પિરભવઈ વીજલીએ અવર એક એમ કહિ કવણ સાચું લહિ ભાવિઉં વિધન વિણ કેવલીએ.
ત્રુટક કેવલી કહિ સૂર પાંચ્છમ, દિસÛ ઉગે નિર્મલો, જો ચલે ચૂલા મેરૂની, નઈ હોઈ હુતાસન સીયલો,
જો તજઈ મર્યાદા મહોદધિ તો, ટલે ભવિતવ્યતા, હોણા૨ હોસે લોક જોસઈ, એણી વચનેં નહી ખતા. (૧૫)
એ કેવલી બોલે એ, અમીઅ રસ તોલે એ, વચન વિચાર કરી ઈસ્યું એ, પોતનપુર તણો રાય હિયડે ગણો; તેહનઈ વિધનએ ઉપદિસ્યું એ, તો હવઇં કો અવર થાપીએ નર સધર, તઉ કહિઉં વચન ર્મિ એહનું એ, જીવતે જીવનિ વલ્લભ સવિ હુ નઈ. મરણ દુ:ખ પણિ ગણો તેહવું એ. ત્રુટક તેહવું જાણી અવર પ્રાણીપીડવા હું નવિ દીઉં, તવ મંત્રિસ વિમલબુદ્ધિ નઈ બલિ એહવું આલોચીઉં, વૈશ્રવણ યક્ષ તણી જે મુરતિ તેનિ દિઓ રાજએ, ઈમ ધનદ મુરિત રાય કીધો સરે બુદ્ધિ કાજ એ. (૧૬)
:
: ઢાલ - ૬ - અભિગમ સાચવી એ ઢાલ - રાગ ભૂપાલ : ધર્મસાલઇ જઈ મિ કર્યો પોસહ, સાત દિવસ તજી સર્વ આહાર, સ્નાન વિલેપણ વસ્ત્ર આભરણ એ, પરીહર્યાં સર્વથી બહુ પ્રકાર.
૧. સભા.
૪૨
Jain Education International
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
For Private & Personal Use Only
www.jainelibrary.org