________________
: ઢાલ - શ્રેણિક ધરિ આયા પબાર : વિમલ કેવલ કમલાપતિ રે રતિપતિ સમ જસ રૂપ
અલખ નિરંજન તું લખે રે હમચો એહ સરૂપો રે (૧) વિમલ જિનેસરું સકલ દુનીકો ભૂપો રે ભુવન દિનેસરૂએ
(આંકણી) સમુખિ આવિ સહુ નહિ રે પૂરવ કરમ વિશેષ ભાવિ કુણ મેટી સકે રે હમ તુમસુ એ લેખ (૨) સેગુ માણસ જો મીલે રે તો આવું તુમ પાસ જીવ વિસાસ કરે ઘણાં રે કયું હિ ન પૂંજે આસ રે (૩) રાતિ દિવસ સૂતા જાગતા રે ધ્યાન ધરૂ નિશદિશ સમય સમયમેં સાંભરે તું સાચો જગદીશ રે (૪) એહવી મુજ ભોલાતણી રે ભગતિ ભલેરી દેખી આવી મુજ મનિ મંદિરે રે હરખશું હીરને પેખી. (૫)
ઈતિશ્રી વિમલનાથ સ્તવન. : ઢાલ - રે જીવ જિનધર્મ કીજીયે એ દેશી : અનંતભવે ભમતાં થકા મેં અંત ન દીઠો અનંત જિનેસર મુજ હિવે લાગે છે મીઠો. (૧) અનંત નિણંદસુ પ્રિતડી ભલી ભાંતિ સો જોડું પશ્ચિમ દિશિ રવિ ઉગેજો, તોડી નવિ તોડું. (૨) મેરૂ મહિધર ડિગમિગે ભૂમંડલ ડોલે હરિચંદરિંદ જો જગ જૂઠ બોલે. (૩) શેષ નાગ જો વિષ વમે સારા ભૂ રેલે શેઠ સુદર્શન શીલથી કબઈ તે થેલે. (૪) હમ મનિ પ્રેમ અખંડ એ જાણ યો સ્વામી મતિ ટૂંકો વિસારિનો કર્યો હીર શિરનામી (૫) ઈતિશ્રી અનંતનાથ સ્તવન.
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org