________________
: ઢાલ - ઈડર આંબા આંબલીરે એ દેશી : સ્વસ્તિશ્રીયુત વંદિને ૨ે જિનવર કેરા પાય સમેગિરીનો ધણીરે દુનીયામેં દુજો કહાય (૧) અજિતજિન તુમશું અવિહડ નેહ, તુમશું અવિહડ નેહલો રે, જયું ભૂમંડલ ગેહ (૨) અજિતજિન (-આંકણી.) તીન ભુવન વિચિં તે સમેરે તાર્યા લોક અનેક, તિણવેલાએ તિક્ષ્ણ સમેરે, નાયો મુજને વિવેક. (૨) આદિ અનંત નિગોદમેં રે વિસઉ વાર અનંતા બિતિ ચરિન્દ્રી પૂરતો રે ભવ જાણો ભગવંત. (૩) દેવતા નારકી નરવિ રે સુખ દુ:ખ પામ્યા અપાર સદ્ગુરુના યોગથી હિવે ૨ે જાણો ધરમ વિચાર. (૪) અબ તારી શકે તો તારીઈ બિરુદ વડારે સંભાલિ શરણે આયા તો ભણી રે હીરસુ નેહ નિહાલી. (૫) ઈતિશ્રી અજિતનાથ સ્તવન.
: ઢાલ - મેઘમુની કાંઈ ડમડોલે રે. એ દેશી : સ્વામી સંભવ વિનતી અવધારો મોરી હો સ્હેજે પાઈ સંસારમેં એ સેવા તોરી હો સંભવિજન મોરા હો હું ચલણ ન છોડું તોરા હો (૧) આંકણી સહજ સોભાગી તું નિરાગી વડભાગી કહાઈ હો સુદ્રુમ છોડી આંકડા કુણ સેવે જાઈ હો (૨) હરિહર દેવ પુરંદર મીઠા અંતરગતિસુ ધીઠા હો અંતર સરસવ મેરૂ જ્યું મેં પતિખ દીઠા હો (૩) અગમ રૂપઅગોચરે ગતિ તાહરી દીસે હો નામતિસે પરિણામ સું, તું વિશવાવીસે હો (૪) સં. એહવા વિભૂતિ શોભતો તું શિવનો સહાઈ હો અંતરમતિ કો લેખ દો હરિચિત્ત લાઈ હો (૫) સં. ઈતિશ્રી સંભવનાથ સ્તવન.
સમેતશિખરનાં સ્તવનો
Jain Education International
For Private & Personal Use Only
૨૯
www.jainelibrary.org