________________
૩. સમેતશિખરનાં સ્તવનો વિવિધ કવિઓએ સમેતશિખરનાં એક બે સ્તવનો રચ્યાં છે. તેમાં કવિ હીરરૂચિએ આવા મહાતીર્થમાં નિર્માણ પામેલા ૨૦ તીર્થકરોનાં સ્તવન રચ્યાં છે. તે કૈલાસ સાગર સૂરિ જ્ઞાન મંદિરમાંથી પ્રાપ્ત થયેલી હસ્તપ્રતને આધારે પ્રગટ કરવામાં આવ્યાં છે.
પૂ. મુનિશ્રી હીરરૂચિ તપગચ્છની વિજયપ્રભસૂરિની પરંપરાના ઉદયરૂચિ, તેજરૂચિના શિષ્ય હતા. પૂ. શ્રી એ સમેતશિખર ઉપર નિર્વાણ પામેલા અજિતાદિક ૨૦ તીર્થકરોના સ્તવન, ગેય દેશી અને પદ્યાવલીઓના બંધમાં સંવત ૧૭૧૭માં રચ્યાં છે. એટલે ઉપલબ્ધ અને સ્તવનોની તુલનામાં આ સ્તવનો પ્રાચીન કાળનાં છે.
આ સ્તવનો પદ રચના સાથે સામ્ય ધરાવે છે. તો વળી સ્તવનમાં બંધારણ પ્રમાણે ઓછામાં ઓછી પાંચ ગાથાના સ્તવન છે. જયારે પદમાં ઓછામાં ઓછી ત્રણ ગાથાનું ધોરણ છે. કવિના સ્તવન આકારની દષ્ટિએ પદ છે તો વકતવ્યની દષ્ટિએ સ્તવન છે. વિશેષ ગાથાઓ હોઈ શકે છે. આ માટે કવિના કર્તુત્વ પર આધાર છે.
: દુહા : ગુણ ગુરુ ગુરુને નમું પ્રણમું સરસ્વતી, માત મયા કરીઈ ઘણી આપો અવિરલ મતિ. (૧) સમેતશિખર સોહામણો વીશ તીર્થકર કામ, શિવનગર મારગ ભલો સિદ્ધ શિખર ઈણ નામ. (૨) અજિતનાથસુ આદિ લે પાર્શ્વનાથ નામ, તીર્થકર વિશે થયું, બાંધી સુગુણી નામ. (૩)
૨
૮
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org