________________
સપ્તદશ ગણધર વીસ સહસ મુની, સમણી સાહસ ઈકચાલ, શ્રાવક ઈક લખ સિત્તર સહસા.
શ્રાવકા ત્રિણ લખ સહ અડયાલ. (૮) ભુકૃટી યક્ષ ગંધારી સુરી સંઘ સહુ સાનિધ કરે, મુનીવર એક હજારથી માખમણ શ્રીકાર. (૯) સમેતશિખર મુગતે ગયા ઉતર્યા ભવજલપાર સત્યરત્ન પ્રણમે સદા તે લહે શિવસુખકાર. (૧૦)
વસ્તુ પાર્શ્વ જિનવર(૨) તીર્થ અધિપતિ પાર્શ્વનામે ઉલખો, તે કહું બહુ ગુણ સુણો ભવિયણા ચિત્ત રાખી મન વિશે, વાણારસી નયરે વામાનંદન અશ્વસનરાય કુલ ચંદલો, શ્રી સમેતશિખરે ભક્તિ ઉપરે પાર્શ્વપ્રભુ ત્રિભુવનતિલો (૧) - પન્નગ લાંછન નીલ વરણો સૌમ્યવ્રુતિ સુંદર છાજૈ વરસ એકસો, આયુ ધારા દેહી નવહ છવિ રાજૈ તપ અઠ્ઠમ 'દિખ્યાવરીએ, ગણધર દસ પરીવાર સોલસહસ મુનીવર ભલા, આર્યા અડતીસ હજાર. (૨)
એ ગણધર દસ પરિવાર એક લખ ચોસઠ સહસ શ્રાવક જયકારો, તીન લખ ગુણ ચાલીસ સહસા શ્રાવકણ્યા સારો, પાર્શ્વયક્ષ સુરરાજ્ઞ પદ્માવતી કહિયે, તેતર મુનીવર સાથ શિખર, સમેતે લહીયો. (૩)
માસખમણ તપ અણસણીએ શિવપુર લીયો વિશ્રામ, સત્યરત્ન યાત્રા કરે સફલ જન્મ શુભકામ. (૪)
: ઢાલ - ૭ : શેત્રુજે જાત્રા કરું એ(એ) સફલ જન્મ યાત્રા કરું એ થાએ (૨) મંગલમાલ શિખર ગિર યાત્રા કરું એ,
ફલિયા મનોરથ માલ સિ.(૧) પૂણે સંઘસે ચાલીયે એ કરિતાં ભવિ ઉપગાર, ષકાયની રિક્ષા પાલનાએ વિનય ઘરો શિણગાર. સિ. (૨) દેહરાસર સાથે ધરીએ ભક્તિ કરું નિસદીસ. સિ.
પાલું છહરી ભાવસુ એ ધ્યાન ધરું જિનવીસ સિ. (૩) ૧. દીક્ષા, ૨. રક્ષા.
શિખરગિરી રાસ
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org