________________
માસખમણ તપ અણસણી રે લાલ સિદ્ધ વરી સુખકાર સુ, સત્યરત્ન લહી સંપદા રે લાલ ઉતર્યા ભવજલ પારા સુ. (૧૬) ઈણગિરી મલ્લિ પ્રભુ આવીયા રે લાલ તે પિણ હિવે કહિવાય સુ, નીલવરણ તનુ શોભતા રે લાલ પ્રભાવતી રાણી કુંભરાયા સુ. (૧૭) લંછન કલસ ધનુષ પચવિશનો રે લાલ સહસ પચાવન આયુ માણ સુ અઠ્ઠમ તપ સંયમ લીયો રે લાલ ગણધર અઠયાવીસ જાણ સુ (૧૮) સહસ ચાલીસ મુની ધારજો રે લાલ. નયરી મિથિલા સાલ સુ પંચાવન સહસ સાધ્વી ભલી રે લાલ શ્રાવક ઈક લખ ત્રાસી હજાર સુ.(૧૯) તીન લાખ સિત્તર સહસ શ્રાવકણી સહિરે લાલ ધરણી પ્રિયા સુર કુબેર સુ એક સહસ મુનીયે પરવર્યા રે લાલ માસખમણ તપ મેર સુ.(૨૦) સમેતશિખર મુગતે ગયા રે લાલ પામ્યા ભવનો પાર સુ સત્યરત્ન શિવસંપદા રે લાલ વરિયા પરમ ઉદાર સુ. (૨૧)
: દુહા : મુનીસુવ્રત હિવે સાંભલો પદ્મામાત સુમિત્ર તાત શ્યામ વરણ તનુ ગહે કપિ લાંછન વિખ્યાત. (૧) ધનુષ વશ દેહિ તણો આયુ વર્ષ તીસ હજાર, છઠ્ઠ તપે દીક્ષા ગ્રહી રાજગૃહી પુર સાર. (૨) ગણધર અઢારે ગુણભર્યા તીસ સહસ મુની જાસ, સમણી સહસ પચાસ એ ફલે મનોરથ આસ. (૩) શ્રાવક ઈકલન બોતર સહસા શ્રાવકા તિલખ પચાસ હજાર, વરુણ યક્ષ નરદત્તા સુરી હોજ્યો સાનિધકાર. (૪) એક હજાર મુની સંપદા મલી એ કીધો માસ તપ જાણ, સમેતશિખર શિવપદ લહ્યો પહુતા મુક્તિ સુ ઠાણ. (૫) વપ્રા માત વિજય તાત સુતા કંચનસમ જિન કાયા, નીલકમલ લાંછન સહિતા શોભે શ્રી નમિરાયાજી. (૬) આયુ દસ હજાર વર્ષ ધનુષ પંચદસ દેહ, છઠ તપ સંયમ અણુ ભર્યો નયરી મિથુલા જેહ. (૭)
૨ ૪
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org