________________
સહસ ચોરાશી મુનિ કહ્યા સમણી તીસ સહસ ઈક લાખજી, ગુણ્યાશી સહસ તેરે અધિકા વલી શ્રાવક દોય લાખાજી. (૧૦) મ્હારો. ચઉ લખ અડતાલીસ વલી સહસ શ્રાવકણ્યાં સારજી, યક્ષે સુર દેવી માનવી હોજ્યો સાનિધકારજી. (૧૧) મહારો. એક સહસ મુની સાથથી નિરખ્યો શિખર સ્વરૂપજી, એસે પિણ પ્રભુ વિમલજી આવ્યા શિખર સમેતજી, તે પણ ભાવે વંદીયે ભક્તિ કરો સુખહેતજી. (૧૨) મહારો. રાજા કૃતવર્મ રાજીયો શ્યામા રાણી મંતજી, વિમલ નામે સુત જનમીયો કાંચન સમ શુભ કાંતજી. (૧૩) મહારો. લાંછન શૂકર સુંદરૂ સાઠ ધનુષ ઉન્નત કાયાજી, સાઠ લાખ વર્ષનો આઉખો સંયમ છઠ તપ સુખદાઈજી. (૧૪) હારો. કંપિલપુરના નાથ રે ગણધર સત્તાવન સારજી, ગુણ અગાધ લબ્ધ ભર્યા મહિમા અગમ અપારજી. (૧૫) મહારો. અડસઠ સહસ મુની ભલા સમણી અડસય સહસ દો લખજી, શ્રાવિકા ચોવીસ સહસ ચઉલખજી. (૧૬) હારો. પર્મુખ યક્ષ વિદિતા પુરી સંઘ સહુ સાનિધકારજી, છ હજાર મુનીયે પરવરયા આયુ શિખરગિરધારજી (૧૭) મહારો. માસખમણ તપ આદર્યો પુહતા શિવપુરવાસજી, સત્યરત્ન ઈમ વિનવે પુરો વાંછિત આશજી.જ (૧૮) હારો.
: દુહા : હિવે અનંત ભગવંતના ગુણ ગાઉ સુખકાર, સુણજયો ભવિજન હિતધરી સમકિત કે ગુણધાર. (૧) સિંહસેન સુજસા તિણે જાયો અનંતકુમાર, પુરુષોત્તમ પ્રગટો પ્રગટ ગ્લેન લંછન શ્રીકાર. (૨) તીસ લાખ સંવચ્છર કહ્યા પ્રભુ આયુ નિરધાર, પચાસ ધનુષ કંચનવરણ દીપે પ્રભુ દીદાર. (૩) છઠ ભત્ત સંયમ લીયો નયરી અયોધ્યા રાય, ગણધર પચાસ પ્રગટ દીઠાં હરખ ન માય. (૪)
શિખરગિરી રાસ
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org