________________
ઈમહિ જ શીતલનાથ પ્રભુ સબલ જોરકર સાર, કર્મરિપુદલ જીપીયા પુણતા મુક્તિ મઝાર. (૭) તે પિણ કહતા ઉમટયો મન માહરો ઈક રંગ, સુણજો ધ્યાન લગાય કર કરજો મત કોઈ ભંગ. () પરમ પુરુષ ગુણ ગાવતા થાયે પરમાનંદ, ત્રિકરણ શુદ્ધ ચિત્ત ધરો જાવે ભવ ભય ફંદ. (૯)
: ઢાલ - ૫ : (સહસફણા પ્રભુ પાસજી એ તીન અવધારજી ) શ્રી શીતલ જિનરાયજી દઢરથનંદનો નંદજી લંછન શ્રીવચ્છ સુંદર પ્રણમીજે સુખકંદજી મહારો મનડો શિખરજી સે મોહ્યોજી મારો મનડો અષ્ટાપદ મોહ્યો આંકણી (૧) મહારો. કંચન સમ પ્રભુ તનુ સહી એક લખ પૂર્વ આયુજી, નેવું ધનુષમાન દેહિનો ભેટતા પાપ પુલાયજી. (૨) મહારો. છઠ તપે સંયમ લીયો ભલપુર શુભ ઠામજી, ઈકયાસી ગણધર દિનકરું દેજો શિવપુર ધામજી. (૩) મહારો. એક લાખ મુનિ ષટાધિક કહ્યા સમણી ઈક લખ ધારજી, સહસ નિવાસી દોય લખ શ્રાવિકા સુચી ગુણ સારજી (૪) હારો. સહસ અઠાવન ચઉ લખ શ્રાવકા સંખ્યા જોયજી, દેવી અશોકા બ્રહ્મ યક્ષ શ્રી સંઘ સાનિધ જોયછે. (૫) મહારો. એક સહસ સાધુ પરવર્યા આયા શિખર ગિવિંદજી, માસખમણ તપ અણસણ્યો પુહતા મુગતિ નિણંદજી. (૬) મહારો. ઈણ પર શ્રી શ્રેયાંસજી વિષ્ણુ નરેસર નંદજી, વિષ્ણુ માતા કે કુખથી ઉપનો અભિનવ ઇંદજી, (૭) હારો. ખડગી લંછન પ્રભુ ચરણેમે કંચન વરણી કાયજી, અસી ધનુષમાન દેહરો ચોરાશી લાખ વર્ષાયુજી. (૮) હારો. સંયમ પ્રભુજી આદર્યો ગણધર બિહોત્તર સારજી, સિંહપુરી નયરી ભલી બોલો જય જયકારજી. (૯) મહારો.
૨૦
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્યસંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org