________________
શેત્રુંજો ગિરનાર ગઢ આબુ સુખખાણ, અષ્ટાપદ ગિરિવર ભલો તિમ એ શિખરગિર જાણ. (૭) શિખર સમેત સુહામણો જિંહા સિધ્યા જિન વિસ, કોડા કોડી અસંખ વલી વંદુ મુની સુજગીશ. (૮) પ્રહ ઉઠી નિત પ્રણમીર્ય શ્રી ગિરીશિખર ગિરંદ, કર્મ કઠિન દો પલકમેં થાયે પરમાનંદ. (૯)
: ઢાળ - ૧ : શેત્રુંજો ને શ્રી પુંડરીકની ગિરી શિખરની મહિમા સુણો, સુણિતા ગુણ સાંપાતિક લુણો, એ ગિરી દીઠા હરખ ન માય
ભેટતા ભવ ભય દુઃખ જાય (૧) મહિમા મોટી પારસ તણી તિણ દીપાયો શાસન ભણી, આદેય નામ કર્મ તણો ભંડાર પારસ પ્રભુની મહિમા અપાર. (૨) તિણથી શોભે એ ગિરીરાય જણ (ર) મુખ પારસ કહિવાય, શિખર ગિરિંદની મહિમા કહું તિમ તિમ મનમેં આણંદ લહું. (૩) મોટો ગિરીવરનો મહિમા ઘણી મુજથી કિમ કહિવાયેહ તેહ ભણી, તોહિ ભગતિ સગતિ મન ધરી ગિરી શિખરની કીરતીન કરી. (૪) પુરવ પુણ્ય તણો સંયોગ ઉચ્છક આયો પરમ પ્રયોગ, તિમ એહના ગુણનો ગુણગ્રામ ભવિય પામે શિવપુરધામ. (૫) ધન ધન પુર દેસ સુરંગ જિંહા વિચર્યા પ્રભુ મન રંગ, ધન તે નગરી ધન તે ગામ નિત ઉઠ લીજે શિખર ગિર નામ. (૬) ધન ધન ભવિયણ યાત્રા કરે ધન ધન તે જિણ આણંદ ઘરે, ધન સફલ કરે અવતાર નિજ સમકિત શુદ્ધ વિચાર. (૭) સમકિત પ્રાણીની પરિચાંન દેવ ધર્મ ગુરુને હિત આણ, પરમ પ્રમોદ કરી સદ તે ભવિયણ અક્ષય સુખ લહૈ. (૮) ગિરધર નામ સુણ્યા સુખ થાય જાણે રહીયે તિર ગિરજાય, કોયલ માંડ રહી રઢ જો જિમ જિમ રાત્રિ ઉગતે ભોર. (૯) ગિરિવર સહસ ધન સહકાર નિરખ્યા નયણે હરખ અપાર, દૂર થકી ગિરિ દરસણ કરે ફરસંતા પાતક ઝડ પડે. (૧૦)
શિખરગિરી રાસ
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org