________________
શ્રાવિકા સિત્તર સહસની, લક્ષતી તીન સંખ્યા સુવિચાર રે લાલા, સહસ મુનિ પરિવાર શું, ગએ મુક્તિ સંલેખણ ધાર રે લાલા... (૯)
શ્રી મુનિસુવ્રતસ્વામિજી.. રાજગૃહી રાજા પિતા સુગ્રીવ પદ્માવતી માત રે લાલા, શ્યામવરણ તનું શોભતો, કપિ લંછન વિખ્યાત રે લાલા...શ્રી મુનિ. (૧૦) ધનુષવીશ દેહી તણો, આયુ વત્સર તીસ હજાર રે લાલા, અષ્ટાદશ ગણધર થયાં, તીસ સહસ મુનિવર સાર રે લાલા...શ્રીમુનિ. (૧૧) શ્રમણી સહસ પચીશની, સંખ્યા બહુતર હજાર રે લાલા, ઈકલખ ઉપરિ શ્રાવિકા, તીન લક્ષ પચાસ હજાર રે લાલા... શ્રી મુનિ. (૧૨) વરૂણયક્ષ દેવી બલી, નરદત્તા સાનિધકાર રે લાલા, એક સહસ મુનિ પરિવારશે, ગએ મુક્તિ મહલ સુખસાર રે લાલા શ્રી
મુનિ. (૧૩) શ્રી નમિનાથ જિનેસરૂ... વિજય પિતા વપ્રામાતજી, સોવન સમ શ્રી નમિનાથ રે લાલા, નીલકમલ લંછન કહ્યો, વપુ ધનુષ પનર આયુ સાથ રે લાલા...શ્રીનમિ. (૧૪) દશ હજાર વરસતણો, ગણધર સિત્તર પરમાણ રે લાલા, બીઈતાલીશ સહસ ક્રમૈ, સાધુ સાધવી સંખ્યા જાણ રે લાલા...શ્રીનમિ. (૧૫) ઈકલખ સત સહસની, તીન લક્ષ સહસ વલિ હોય રે લાલા, શ્રાવક સંખ્યા શ્રાવિકા, અનુક્રમ કર સંખ્યા જોય રે લાલા... શ્રીનમિ. (૧૬) વિચરતા ભૂમંડલૈ, આયા શિખર સમેત મોઝાર રે લાલા, બ્રકૃટિ યક્ષ ગંધારી સુરી, ઈક સહસ મુનિ પરિવાર રે લાલા. શ્રીનમિ.(૧૭)
: દુહા : પરમેસર શ્રી પાસની, મહિમા જગ વિખ્યાત, શિખર શિરોમણિ સહસફણ, જગજીવન જગતાત...
ઢાળ : ૧ (આદર જીવ ક્ષમાગુણ આદર એહની) જય જય પરમ પુરૂષોત્તમ, પારસ પારસનાથજી, સાંવરિયા સાહિબ જગનાયક, નામ અનેક વિખ્યાતજી... (૧) જય જય જય શિખર સમેત શિરોમણી, શ્રી સાંવરીયા પાસજી, ભાવે સેવે જે નર તેહની, પૂરે વાંછિત આશજી... (૨) જય
૧૦
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org