________________
ઢાળ-૧૫ હે સસનેહી શ્ય તુમને નથી ગમતું મારા વાલા, હે મનમેલી માનો અમારી વાત, શિવાદેવીનાં લાલા, ઈંમ વિનવે છે બીજીઉં ગોપી, ક્ષુ બાલક થાઓ કહૈ કેપિ,
તમે પહેરી આંગલા નૈ ટોપી..(૧) હે. સુણિ ચિત્ત મેલિ સહુએ ભર્ડ, સ્ત્રી બાલક શઠ હઠ ન છાંડે
કુણ ઉત્તર એ સાતમા માંડે...(૨) હે. ઈંમ ચતવી પ્રભુ મુખ મલકાણ, તે દેખી સહુ ગોપી ટાણ
કહે માન્ય માન્યુ ઇં જાણુ..(૩) હે. સહુ સંમત થઈ બોલે હરખી, સહુ ટોલી મલી તે સરિખી
ઘર પોહતા અમૃત જિન હરખી.. (૪)
ઢાળ-૧૬ ઘર આવી કાં ન સમુદ્ર વિજય સંઘાર્ત, મસલિત કીધી કહે જેહ નીદાન,
નેમીસર વિવાહની વાત પ્રસિદ્ધિ, ઉગ્રસેન રાજાની બેટી રાજીમતી રૂપની છે પેટી, તસ આગલ રંભા રહે ચેટી...(૧) તે સાથે સગાઇ જોડી છે, જે આઠ ભવંતર છોડી છે,
ન કરી નવમે ભવ નહીં ત્રોડી છે...(ર) ઘ. વલી લગન જોષીડે દીધાં છે. શ્રાવણ સુદિ છ લીધાં છે,
કહુડે કપટ એ કીધાં છે... (૩) ઘ. બિહું ઠામે સજા થાઈ છે, કહૈ અમૃત ધવલ ગાવઇ છે
હવે નેમજી પરણવા જાઈં છે...(૪) ઘ.
ઢાળ-૧૭ શુભ સ્નાન કરી વિધિપૂર્વક શણગાર્યા તિલક કેશરધારી વર ધૂપધરી શ્રી ફલપાન કરી અસવારી, ચઢી બેઠાં રથમાં વરરાજા, વરતાત દશારથ દસ ભાજા, કૃષ્ણ બલભદ્રને યાદવ ઝાઝા...(૧)
ચઢી હયગય પદ ચારી, પાછલ રથૈ બૈઠી સહુ નારી
ગાઈ ગીત "યાદરણી મતવારી...(૨) શુ. ૧. યાદવોની સ્ત્રીઓ.
૧૯૮
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org