________________
ઢાળ-૧૦ માંરા વાલ્હાજી વાહલુ પણ, વલી વધસ્ય, વીઠલ સાથે સુણો લાલાજી, લાખણો લ્યો લટક, હરિનૈ હાથે રાયજાદી રંગીલી જાણી, પાતલીયા પરણી ગુણ ખાણી,
પરણી વચ્ચે તુમ સારંગ પ્રાણી...(૧) માં. એક નારી વિના નર નવિ શોભે, કુણ આદરમાન દેઈ થોભે
વલી પરનારી તેહથી ખોભે...(૨) માં. નહીં કેવલ પુરૂષને વિસવાસે, ડર પૈસહુ આવ્યાથી પાસે
વલિ લૂંડ ભાંડ લે કહીવાર્સ...(૩) માં. ઈમ સુસીમા રાણી સમઝાવે, તમે માનો વનતિઅદા
જિમ ચાખી અમૃતરસ ભાવી...(૪) માં.
ઢાળ-૧૧ હો રાયજાદા રમણીનાં સુખ વિલસી રંગનાં ભીના હો યદુરાયા એ જગમાં જીવન છે જગ આધીન, જે સજ્જન યાત્રા શુભ કરણી, નવિ શોભે સંઘપતિ વિણ ઘરણી, તે માટે સમતા થાયી પ્રાણી...(૧) હો. કુણ પર્વ મહોત્સવ કલવર્સ, સિદ્ધાદિક સુખ કુણ મેલવચ્ચે
તમે આવ્યા ગયાં કુણ હેલવસ્ય... (૨) હો. વલિ ઘર બીઠાને ઉજાણી પરષદા પૂખણી વિધ કુણ જાણી
નવિ શોભે એટલા વિરાણી...(૩) હો. થોડેથી ઘણું કરી જાણી નઇ, કહૈ રૂખમણિ હોયડે આણીનઈ
ચું કહીર્ય અમૃતરસ માંણી તે...(૪)
ઢાળ-૧૨ હો રઢીયાળા રાજ તમારું આજથી સરવે જોયું, હો શામલીયા સુંદર ! એક વિના તે સહુ સુખ ખોયું, તુમથી તો પંખી જે સૂડા, અજ્ઞાન ભર્યા પિણ તે રૂડા, તુમે સાંભલી દેવરજી કૂડા...(૧) દિવસે ચૂનકર વાનઈ જાવે, નિજ માલે સાંજ પડે આવે,
લઘુબાલ પ્રિયાસુ સુખપાવૈ...(૨) હો.
૧૯૬
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org