________________
અદભૂત ધ્યાન રસે મુનિ રહીઉં, તેહનો કોસ્યાઇ પાર ન લહીઉં રે, સ. વિહાગડે રસ આઠમોહિઉં, ત્યાંતો અદભૂત સીલે ગહગહીઉરે...(૭) સ.
_// ઈતિ અદભૂત રસ ગીત. ૮ ||
(રાગ : ધન્યાસી, મેવાડો.) કોસ્યા બોલે રે સાધુજી સાંભલો તુ હમેહતા જેહ વિરુધ વિષય વિકારનાં વચન કહ્યાં ઘણા, ખામું તે ત્રિકરણ સુધ...(૧) કો. ધ્યાનનો વિગ્રહ તુમ્હને જે કિઉં પ્રારશ્મા ભોગ સંજોગ મુજને મુનિજિ રે મિછાદુક્કડં તે તુમ્હ સુગુરુ સંજોગ..(૨) કો. અંગીકાર કરયું સહી તુમ્હાણું પાલો પૂરવ નેહ, ભવસાયર ભવમાંહિ બૂડતાં, તારવા આવ્યા રે જેહ...(૩) કો. આજ તો સફલ થયો દિન માહરો, આજ હું હુઈ રે સનાથ, વિષયથી દુરગતિ પડતાં મુઝને સહી તુમે દીધો રે હાથ..(૪) કો. તિણિ કારણ તુમે પરમ દયા કરી, આપો શીલ ઉચ્ચાર, તરુણ વૃધ્ધ બાલક કાયા થકિ, પુરુષનું કરું પરિહાર...(૫) કો. જેહ પુરુષને રાજા મોકલે, વચને રે જ તેહ, રાયાબિજોગે રિષિ રાજ જી, મુઝ આગાહ..(૬) શીલ વ્રત આપી રે કીધી શ્રાવિકા, ધન્ય થૂલિભદ્ર અણગાર, “નવમારસમાં રે આણી કોશને રિષિજી કરે વિહાર...(૭) સાધુ સંગતિના ગુણ જાણી ઘણાં, સંગતિ કરો ગુણવંત, સાધુ સંગતિથી રે સમકિત પામિઇ, વિષય તજી થઈ સંત...(૮) કો. સાધુ સંગતિથી રે ચોર ચિલાતીઉં, ઉપસમ ધરી તતખેવ, સંજય રાજાઈ સંયમ લીલું, પરદેશી થયો દેવ...(૯) કો. રાગ મેવાડો મિશ્ર ધસીઇ, શાંતરસ નવ મોઝાર, જાન સાગર કહે શ્રી યૂલિભદ્રને હું જાઉં બલિહાર... (૧૦) કો.
| ઈતિ શાંતરસ ગીત // | ઈતિ નવરસ સંપૂર્ણમ્. II
સંદર્ભ : જૈન સાહિત્ય કાવ્ય પ્રકારો પા. ર૪૩. ૧. શાંતરસમાં.
સ્થૂલિભદ્ર નવરસ ગીત
૧૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org