SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ સંવત ૧૭૫૮ વર્ષે, માઘ માસે, શુકલ પક્ષે પંચમ્યાતિથી શ્રી વેલાવલ બંદિર મધ્યે પ્રથમ ચતુર્માસિક શ્રી ધર્મસૂરિ ......... રાજયે ઉપાધ્યાય શ્રી મતિકુશલ મહારાજ........... શુભ ભવતુ લેખક પાઠકસ્ય // શ્રી દાદાજી પ્રસાદાત્ | પરોપકારી મા II શ્રી રાયકરણસ. શ્લોક-૧ યાદશં પુસ્તક દષ્ટ, તાદર્શ લિખિત મમ ! યદિ શુધ્ધમ શુદ્ધવા, મમ દોષો ન દીયતે I/૧ અર્થ-૧ જેવું મેં પુસ્તકમાં જોયું તેવું લખ્યું છે. (કોપી કરી છે, તેમાં કોઈ શુદ્ધિ કે અશુદ્ધિ હોય તો મને દોષ ન આપવો. શ્લોક-ર ભગ્ન પિષ્ટ કટિ ગ્રીવા, બધ્ધદષ્ટિરધોમુખ કરેન લિખિત શાસ્ત્ર, યત્નન પરિપાલયેત્ ારા અર્થ-ર શાસ્ત્ર લખતાં પીઠ ભાગ ભાંગી જાય છે. કેડ, ડોક બહુ દુઃખી જાય છે. દષ્ટિ સ્થિર એટલે બંધાયેલી રાખવી પડે છે. મુખ નીચું રાખવું પડે છે. આ રીતે ઘણાં કષ્ટથી શાસ્ત્ર લખાય છે. તેથી પ્રયત્ન પૂર્વક તેનું રક્ષણ કરવું. શ્લોક-૩ તૈલાદ્રક્ષેત્ જલાદ્રક્ષેતુ, રક્ષેત્ શિથિલ બંધનાત્ | મૂર્ખ હસ્ત ગતા વિદ્યા, એવું વદંતિ પુસ્તકા //૩ અર્થ-૩ આ પુસ્તકનું તેલથી રક્ષણ કરવું. પાણીથી રક્ષણ કરવું. પુસ્તકને શિથિલ-ઢીલું ન બાંધવું (પણ સારૂં પેક કરવું જેથી જીવ ઉત્પત્તિ ન થાય.) જેમ મૂર્ખનાં હાથમાં ગયેલી વિદ્યા નાશ પામે છે તેવી દશા પુસ્તકની ન કરશો એમ આ પુસ્તક બોલે છે. // ચંદ્રાકી યાવત્ મિદં પુસ્તક ચિર નંદતુ ! જ્યાં સુધી ચંદ્ર સૂર્ય આ જગતમાં રહે ત્યાં સુધી આ પુસ્તક ચિરકાળ સુધી જય પામો. વેરાવળ બંદરમાં આ પ્રત લખાઈ છે અને છેલ્લે ત્રણ શ્લોક આપ્યાં છે. જે લગભગ ઘણાં ગ્રંથોને અંતે, ગ્રંથ સાચવવા માટેની સૂચના કરવા લખાતાં હોય છે. લહીયાઓ એ લખતાં હોય છે..... ૧૮ ૨ અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy