________________
પાક્ષિક જીવ દક્ષિણ દિસિ ઘણા ઉપજઇ. સૌધર્મશાન, સનતકુમાર, માહેંદ્ર એ ચિહું દેવલોકે પૂર્વ અનઈ પશ્ચિમ દિસિં થોડા. તેહ પાહિ ઉત્તર દિસિં અસંખ્યાત ગુણઈ અધિકાર જેહ ભણી યદ્યપિ આવલીગત વિમાણ ચિહું દિસિ સરીખાં છઇં. પણ ઉત્તર દિસિં અસંખ્યાત જોયણ વિસ્તાર પુષ્કાવકીર્ણ વિમાણ ઘણા છઇં. તે ભણી તિહાં અસંખ્યાતગુણા દેવ ઉત્તર દિસિ પાહિ દક્ષિણ દિસિ દેવ વિશેષાધિક. જેહ ભણી તિહાં પુષ્પાવકીર્ણક વિમાન ઘણાં. અનઇ કૃષ્ણ પાક્ષિક જીવ દક્ષિણ દિસિં ઘણા ઉપજઇં. તેહ ભણઈ બ્રહ્મ, લાંતક, શુક્ર, સહસ્ત્રાર એ ચિહુ દેવલોક પૂર્વ પશ્ચિમોત્તર એ ત્રિણેદિસે દેવ થોડા. તેહ ત્રિહુ દિસિં પાહિ દક્ષિણ દિસિં અસંખ્યાત ગુણઈ અધિકા જેહ ભણી તિહાં કૃષ્ણપાક્ષિક જીવ ઘણા ઉપજઇ. આનત પ્રાણતાદિક ઉપલે દેવલોક પ અનુત્તર વિમાન, ૯ રૈવેયક એતલે થાનકિ, પ્રાહમેં દેવ સરીખા. ચિહું દિસે જેહ ભણી તિહાં મનુષ્યઇ જિ ઉપજઇ, બીજો ન ઉપજઇ. ઈમ તેરે થાનકે દિસિ આશ્રયી અલ્પબદુત્વ વિચારિઉં. ઈતિ બાલાવબોધ વાર્તાપા વિચારા.
અથ શ્રી સમ્યક્ત્વનાં સપ્તષષ્ટિ ભેદ લિખ્યતે. શ્રદ્ધાન-૪, લિંગ-૩, વિનય-૧૦, શુધ્ધિ-૩, દોષ ત્યાય-૫, પ્રભાવક-૮, ભૂષણ-પ, લક્ષણ-૫, જયણા-૬, આગાર-૬, ભાવના-૬, સ્થાનક-૬ એવં ભેદ ૬૭. તત્ર યદ્યપિ જીવાદિ તત્ત્વ વિચાર જાણઇ તથાપિ સાંભલઈં.૧. જે મહાત્મા પરમાર્થ જાણઈ તેનિ સેવા કરશું. ૨. સમકિત્વ લેઈ કરી છાંડિય નહીં.૩. સંગ ત્યાગ, જે સહજઈ મિથ્યાત્વી તેહનો સંગ પરિહાર.૪. એવાં શ્રદ્ધાનાં ભેદ.૪. સિદ્ધાંત સુહણા, સિદ્ધાંત પુસ્તક લિખાવણની અત્યંત વાંછા.૧. યતિધર્મ તથા શ્રાવકધર્મ કરવાની વાંછા.૨. દેવ ગુરુ વૈયાવૃત્ય નિશ્ચઉં.૩. એ સમ્યકત્વનાં લિંગ ત્રણ જાણિવા. વિહરમાણા તીર્થકર ૧, મોક્ષ પ્રાપ્ત ૨, વીતરાગ પ્રતિમા ૩, સિદ્ધાંત ૪, એ ચ્યારિ ધર્મ પ, ચારિત્ર ધર્મ પ્રતિપાલક મુનિ ૬, આચાર્ય ૭, ઉપાધ્યાય ૮, ચતુર્વિધ સંઘ ૯, સમ્યક્ત્ત્વ ૧૦ એહનો વિનયછે તિ વિનય ભેદ.૧૦.
૧૭૪
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org