________________
ફેડાઈ.. એવું કષાય ૧૬ હવઇ નવ નોકષાય કર્મબંધનું કારણ. કષાયચ્યું સહચારી ભણી નો કષાય કહીશું. કાંઈ હાસ્યનું કારણ દેખી અથવા ઈમ કહઈ મનઇ વિશેષછે જે હાંસુવઇ, તે કર્મ બંધનું કારણ.. જે જીવનઇ કિસીઇં વસ્તુ ઉપરિ સકારણ નિ:કારણ મન સમાધિ માનઈ. તે રતિ કહીએ કર્મ બંધનું કારણ.. કિસી વસ્તુ ઉપર કારણ નિષ્કારણ મન અપ્રીતિ માનઇ તે અરતિ કહીઇં. કર્મબંધનું કારણ.. જે કિસી વસ્તુ નઇ વિનાસિ અથવા ઈમઈ વિષાદ દુઃખ ઉપજઇ તે શોક કર્મ બંધનું કારણ કહીછે.. જીવન કાંઈ કારણિ, અથવા મનનઇં સંકસ્યોં ભય ઉપજઈ તે ભય કહીઇ, કર્મ બંધનનું કારણ.. કાંઈ અશુચિ વસ્તુ દેખી અથવા મનઈ સંકલ્પી જંહીયાની સૂગ ઉપજઇ તે જુગુપ્સા કહી છે. કર્મબંધનું કારણ.. જે પુરુષ નઇં સ્ત્રી ઉપરિ રાગનઉં અભિલાષ હુઇ તે પુરુષવેદ કહીં. કર્મબંધનું કારણ તૃણના પૂલાની અગ્નિ સરીખું, જિમ તૃણ નો પૂલો લગાડ્યો તાણ્યું મોટી જાલા નીકલછે. પછઈ ઉલ્ટાઈ જાઈ તિમ પુરુષ વેદનઉં પહિલે અભિલાષા તીવ્ર હુઈ પછઈ સ્ત્રી સેવ્યા પૃઠિ તત્કાલ નિવઈ.. સ્ત્રીનઈ પુરુષ ઉપરિ રાગનો અભિલાષા તે કહીશું સ્ત્રીવેદ કારિષ આગિ સરિખો જિમ તે કારિષાનો આગિ પહિલો મંદ હુઈ જિમ જિમ હલાવીયઇ તિમ તિમ અધિક અધિક8 પ્રજવલઇ, તિમ સ્ત્રી વેદઈ પુરુષને સ્પર્શાદિકે કરી અધિક અધિક બાધઇં.૮ પુરુષઈ અનઇં સ્ત્રી વેદઉંપરિ રાગનો અભિલાષ તે નપુંશક વેદ, નગર બલતું ઘણા કાલ લહઈ મોડું ઉલ્હાઈ ઈમ નપુંશક વેદ ઈ દોહિલો નિવર્તઇ.. એ નવ નોકષાય કર્મબંધનું કારણ એ ૨૫ કષાય, ત્રીજું કર્મ બંધનું કારણ. ચઉથું કર્મ બંધનું કારણ ૧૫ યોગ, મનુષ્યના કાયરૂપ વ્યાપાર કહીશું. ૧૫ પાછલિ વરણવી છછે. એવું કારણ પ૭ ભેદ કર્મબંધના કારણ હવઇં. એ કર્મ બંધના કારણ તેરે થાનકે વિચારીયઈ છછે. કિહાં કેતલા હુઇં ઈસી પરશું.
પૃથ્વીકાયનઇં મિથ્યાત્વ ગુણઠાંણદં વર્તતાં પાંચ મિથ્યાત્વમાંહિ એક અનાભોગિક મિથ્યાત્વ, બાર અવિરતિમાંહિ એક સ્પર્શનેંદ્રિયની અવિરતિ અનઇ છે જીવ વધની અવિરતિ જે ભણી પૃથ્વીકાયઇં કરી છઇં જીવની વિરાધના હુઇ, એવું અવિરતિ, સોલ કષાય અનઈં નવ નોકષાયમાંહિ
૧૬૮
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org