________________
નઈ વિષઈ સંદેહ આણઇ, ન જાણિઇ સાચું કિ કુડૂ ઇત્યાદિ. એ સંશયિક મિથ્યાત્વ અજાણ,જીવને હુઈ, પાંચમું અનાભોગિક મિથ્યાત્ત્વ સર્વ ગહિલ રુપ અચેતન એકેંદ્રિયાદિક નઈ હુઇ. એ પાંચ ભેદ મિથ્યાત્વ કર્મબંધ કારણ. બીજું કર્મબંધ કારણ અવિરતિ કહી છે. તેના ૧૨ ભેદ હુઈ. કર્ણ, ચક્ષુ, નાસિકા, જિહા, સ્પર્શન' એ પંચઇંદ્રિય છઠા મનનું અનિયંત્રણ મોકલું મૂકિવું. અનઈં પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વણસઈ, ત્રસકાય એ જ જીવનઉં અનિયંત્રણયો વિણાસ. એ ૧૨ ભેદ અવિરતિના કહીઇ, કર્મબંધ કારણ ત્રીજું ૧૬ કષાય ૯ નવ નોષાય કર્મબંધનું કારણ જે કષાય તીવ્ર પરિણામ મરણઈ આવિઇ નિવર્તય નહીં. વરસ દીસ ઉપરિ ઉત્કૃષ્ટ જાવજીવ રહઈ, તે અનંતાનુબંધિયા કહિછે. તેહનઈ ઉદય સમકિતઈં ન લહઈ. તેહનઈ ઉદય મરઈ તો નરગિ જ જાઈ. અપ્રત્યાખ્યાન કષાય ઉપના તેહનઈ ઐરિ માસ ઉપરિરકે ઉત્કૃષ્ઠ જ વરિસ રહછે. તેહનઈ ઉદય સમ્યકત્વ લહઈ, પણિ દેશવિરતિ શ્રાવકપણું ન લઈ તેહઈ ઉદયઇ કરી તિર્યંચ માંહિ જાઈં. જેહ કષાય ઉપના એ નર દિહાડા ઉપર ઉત્કૃષ્ટ જ ૪ માસ રહઈ, તે પ્રત્યાખ્યાનાવરણી કહી છે. એમનઈ ઉદયઈ સમ્યકત્વ, દેશવિરતિ હુઈ, પુણ સર્વ વિરતિ ચારિત્ર ન હુઇં. તેહન ઉદયઇ હુઉં મનુષ્ય ગતિ લહઈડે. જે કષાય ઉપના અંતર્મુહૂર્ત ઉપરિ ઉત્કૃષ્ટઉં જા પનર દિહાડા રહઇં. તે સંજવલન કષાય કહીયઇં, તેહનઈ ઉદય સમ્યકત્ત્વ, દેશ વિરતિ, સર્વ વિરતિ લહઈ, પુણ કષાયોદય રહિત ચારિત્ર ન લહઈ. તેહઈ ઉદયછે મુઉં દેવલોકિ જાઇ, મોક્ષ ન જા. એ ધ્યારિઇ કસ્સાઇ ક્રોધઈ હુઈ, માનઇ હુઈ, લોભઇ હુઇ, જેઠ ભણી કરવા શબ્દઇ એ ઐરિ કહીશું. એહ ચિહું દૃષ્ટાંત લિખઇ છે. - સંજવલન ક્રોધ પાણી મહિલી લીટી સરિખું. જિમ પાણી માંહિ કાઢી લીટી તત્કાલ મિલઈ તિમ એહુ ક્રોધ તત્કાલ નિવઇ. પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ પુલિ મહિલી લીહ સરીખું. જિમ તૈ ધૂલિની રેખ થોડીવાર રહઇ તિમ એહુ ક્રોધ મોડો ફીટઈં. અપ્રત્યાખ્યાન ક્રોધ સૂકા તલાવની ફાટી માટીની રેખ સરીખું. જિમ તે રેખ વરસ દીસઈ મેઘ વૂઠઇં ભાજ, તિમ એટૂ ક્રોધ ૧. લીટી.
૧૬૬
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org