________________
અંતર્મુહુર્ત ઉત્કૃષ્ટી કાયસ્થિતિ સાત-આઠ ભવ. કાલ આશ્રી ત્રિણિ પલ્યોપમ સાત પૂર્વકોડિ સહિત. નારકનઈ દેવમાંહિ કાયસ્થિતિ હુઈ નહી. જેહ ભણી નારકા મરી વલી લાગેટ નારકી ન થાઈ. દેવ મરી વલી લાગટ દેવ ન થાઈ. એ બિહુમાંહિ ભવસ્થિતિ જ હુઇ. જધન્ય ભવસ્થિતિ દશ વર્ષ સહસ્ત્ર, ઉત્કૃષ્ટી ભવસ્થિતિ તેત્રીસ સાગરોપમ હુઇ. ઈતિ કાયસ્થિતિ તેરે સ્થાનકે વિચારી. બી૧૫ II.
અથ સંઘયણ વિચાર : શરીરિ જે હાડનઉં બંધાણ તે સંઘયણ કહીછે. તે સંઘયણ છએ પ્રાકારે હુઇ. વજઋષભ નાર, ઋષિભ નાર, નારી, અર્ધ નારી, કિલિયા, સેવાર્ત૬. જિણઈ શરીર સર્વ સંધિ હાડ મર્કટ બંધિમાંહિ માંહિ બંધાણા હુઇ, ઉપરિ એક હાડનઉં પાટઉં હુઇ, તેહ ઉપરિ બિજું હાડનઈં બંધક ખીલી હુઈ, વજઋષભ નારી, જિહાં ખીલી નહીં તે ઋષભ નારાચર, નારી, જિહાં એકઈ પાસઈ મર્કટ બંધ હુઈ, એકઈ ગમઈ નહીં તે અર્ધ નારાચ, જિહાં મર્કટ બંધ નહીં બેડું હાડ બેધક ખીલી માત્ર હુઈ તે કાલિકા સંઘયણપ, જિહાં હાડ હાડઇ મિલિઉં જિહાં કાંઈ બંધન નહીં તે સેવાર્ત૬, સંઘયણ કહીશું. એ સંઘયણ તેરે સ્થાનકે વિચારઈ છઇં. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય માંહિ સંઘયણ ન હુઇ. જેહ ભણી તેહનાં શરીર, હાડ ન હુઇ. બેંદ્રિય, બેંદ્રિય, ચઉરિંદ્રિય, અસંશિઆ તિર્યંચ પંચંદ્રિય, નઈ એક જ સેવાર્ત સંઘયણ હુઇ. સંજ્ઞિઆ પંચેંદ્રિય તિર્યંચ અનઈ મનુષ્ય નઈં છઈ સંઘયણ હુઇં. નારકી અનઇ દેવનઇં સંઘયણ નહીં. જેહ ભણી તેમના શરીર માંસ, વસા, અસ્થિ, રુધિરાદિકે કરી રહિતા હુઇ. ઈમ તેરે સ્થાનકે સંઘયણ વિચારિયાં. ||૧૬ો.
અથ સંસ્થાના વિચાર ઃ શરીરના આકાર વિશેષ નઈ સંસ્થાન કહીશું. તિ સંસ્થાન છે કહીશું. સમચતુરસ્ત્ર, ન્યગ્રોધ પરિમંડલર, સાદિ, વામન, કુન્જ, હુંડ. જે સર્વાંગિ લક્ષણોપેત હુઈ તે સમચતુરગ્ન, અનઇ પાલઠી વાલી બઈઠા પુરુષનઉં શરીર માપી જોઈઈ આઈ ખોણી સમા તેવડે વડા હુઇ તે સમચતુરગ્ન સંસ્થાન કહી છે. જે શરીર નાભિ ઉપલ્યો લક્ષણો
હૂંડી વિચાર
૧૫૩
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org