________________
પંચેન્દ્રિય માંહિ જધન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટઉં પૂર્વ કોડિ એક.૧. સતરિ કોડા કોડીના લાખઈ, છપ્પન્ન કોડિ ગણતાં એતલે વરસે એક પૂર્વ હુઇ. સંજ્ઞિઆ તિર્યંચ પંચેદ્રિય નઇ જધન્ય અંતર્મુહૂર્ત આઉખું, ઉત્કૃષ્ટી પલ્યોપમ. મનુષ્ય નઈ જધન્ય અંતર્મુહૂર્તઉં, ઉત્કૃષ્ટ૬ ૩ પલ્યોપમ. નારકી નઈ જધન્ય ૧૦ દસ સહસ્ત્ર વર્ષ, ઉત્કૃષ્ટ૬ ૩૩ સાગરોપમ. દેવનઈ જધન્ય દસ હજાર વર્ષ, ઉત્કૃષ્ટઉં આઉખઉં ૩૩ સાગરોપમ. એવં તેરે સ્થાનકે આઉખાઉં વિચારિયા. II હિવે કેટલી ગતિના આવ્યા. પૃથ્વીકાયાદિ રહુઈ તે વાત વિચારઈ છઈ. પૃથ્વીકાય, અપકાયર, વનસ્પતિકાય? ત્રિણિ તિર્યંચ ગતિમાંહિ તક મનુષ્ય ગતિમાંહિ તઉ આવ્યુ હૂંતી હુઈ જિ ભણી સૌધર્મ, ઈશાન લગઈ દેવ રત્ન, વારિ, કલ્પદ્રુમ એ ત્રિસું માહિ મરીઅઉ ક્રમશું પૃથ્વીકાય, અપકાયર, વનસ્પતિકાય, માંહિ ઉપજ. તેઉકાય, વાઉકાય અને બેંદ્રિય, તેંદ્રિય, ચઉરિદ્રિય, સંશિયા તિર્યંચ પંચેદ્રિયમાહે બિડુંગતિના આવ્યા હુઇ. એક તીર્થંચ ગતિ, અનઇ બીજી મનુષ્યગતિ, એ બિહુઉથી આવ્યા હુઇ. સંજ્ઞિયા તિર્યંચ પંચેદ્રિય, અનઈ મનુષ્ય એ, ચિહું ગતિથી આવ્યા હુઈ. નારકી અને દેવ તિર્યંચ ગતિ, મનુષ્ય ગતિ એ બિહુઉ ગતિ નવું આહુઇ.Iછો. હિવઈ તેર સ્થાનક નઉ મરી કિહાં જાઈ. તે વાત વિચારીઈ છઇં.
પૃથ્વીકાય, અપકાયર, વનસ્પતિકાય, બેંદ્રિય, નૈદિયપ, ચઉરિંદ્રિય એતલા મરી બિહુ ગતિમાંહિ જાઈ. કિ તિર્યંચમાંહિ, કિ મનુષ્યમાંહિ. તેઉકાય, વાઉકાયર, એ બે મરી તિર્યંચ જિ માંહિ જાઇ, મનુષ્ય ન થાઈ. અસંશિયા તિર્યંચ પંચેદ્રિય ચિહું ગતિમાંહિ જીઇ, મનુષ્યઈ ચિહું ગતિ જાઉં. પાંચમી મોક્ષ જાઈં. નારક અનઈ દેવ મરી તિર્યંચ કિ મનુષ્યઈ જિ માંહિ જાઈ, બીજી ગતિ ન જાઈ. ઈમ તેરે સ્થાનકે ગતિ વિચારી.૧૧
અથ ચોરાસીલક્ષ જીવાયોનિ વિચારીએ. યોનિ-જીવનઉં ઉત્પત્તિ સ્થાનક. જેહ જીવના શરીરના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ સરીખાં તે એક યોનિના જાણિવા. જિમ મૂંગલ, બંગાલી પ્રમુખ મનુષ્ય એક સરીખા જૂજૂઈ યોનિ જાણિવા, તે યોનિના ભેદ પૃથ્વીકાયમાંહિ સાત લાખ, અપકાયમાંહિ ૧ સિત્તેર.
૧૫૦
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org